રાજકોટ: રાજ્યમાં કોરોના કહેર વચ્ચે રાજકોટમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે. ધોળા દિવસે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં શિવ જવેલર્સમાં લૂંટની ઘટના બની છે. હથિયારધારી બે શખ્સોએ વેપારીને માર મારી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ કરી છે. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોટી લૂંટની ઘટનાને લઈને ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ત્રણ હથિયારધારી શખ્સોએ વેપારીને મારમારી 1 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી છે. એક કિલો સોનાના દાગીના જેની કિંમત અંદાજિત એક કરોડના રૂપીયા થાય છે.
શિવ જવેલર્સના માલિકે એબીપી અસ્મિતા સાથે વાત કરી કહ્યું 3 શખ્સો આવ્યા હતા. બંદૂક બતાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. રાજકોટ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં સામાકાંઠે ચંપકનગર મેઈન રોડ પર શિવ જવેલર્સ નામના શોરૂમમાં ધોળે દિવસે ત્રણ હિન્દીભાષી લૂંટારૂ ત્રાટકી શોરૂમના માલિક મોહનભાઈ વીરમભાઈ ડોડીયાના લમણે રિવોલ્વર જેવા હથિયારો તાકી ઍકાદ કરોડના સોનાની લૂંટ કરી જતાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઅો, ક્રાઈમ બ્રાન્ચ અને બી ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયેલ છે.
લૂંટારૂઓએ પહેલા દુકાનમાં ગ્રાહક તરીકે આવી અંગૂઠી જાવા માંગી હતી. લૂંટારા હિન્દી બોલતા હતા. બાદમાં અચાનક વેપારીના લમણે હથિયાર મૂકી અંદાશે 1 કરોડના દાગીનાની લૂંટ કરી હતી. વેપારી મોટી તિજારીમાં પૂરીને ત્રણેય લૂંટારૂ ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લૂંટારૂ બાઈક પર આવ્યા હોવાનું જોવા મળે છે.