રાજકોટ: રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા છે.  પોલીસ તમામની પૂછપરછ શરુ કરી છે. બાદમાં તેમની ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે.  લગભગ બે દાયકા કરતા વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 

3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આ 3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી.  રાજકોટ ગ્રામ્ય LCB ટીમ દ્વારા તમામ 3 પાકિસ્તાનીઓને લાવી પુછપરછ શરૂ કરવામાં આવી હતી.  પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ બાદ સતાવાર સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે.  એક સગીર સહીત 3 પાકિસ્તાની ઝડપાયા છે જેમની પુછપરછ શરૂ કરવામાં આવી છે. 1999માં રાજકોટ વિઝા લઈને આવ્યા હતા. વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પરત  નથી ફર્યા.

મળતી માહિતી મુજબ, વર્ષો પહેલાં આ પાકિસ્તાની નાગરિકો રાજકોટ આવ્યા હતા અને બાદમાં પરત નહોતા ફર્યા.  બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ ગેરકાયદે રીતે રાજકોટમાં રહેતા હતા. આ પાકિસ્તાનીઓમાંથી એક સગીર હોવાનું પણ સામે આવ્યું છે.  

ઘૂસણખોરીને લઈ પોલીસ સતર્ક બની છે

પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ઘૂસણખોરીને લઈ પોલીસ સતર્ક બની છે.રાજકોટ જિલ્લામાં પણ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અને ગ્રામ્ય એસઓજી ટીમને  તપાસ કરવાના આદેશ અપાયા હતા. જેને લઈ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક ગેરકાયદે વસવાટ કરે છે. આ બાતમીને લઈ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. 

દોઢ દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા

પોલીસ સ્થળ પર પહોંચતા પરિવાર મળી આવ્યો હતો. જેમની પાસે કોઈપણ રહેણાંકના પુરાવાનો મળી આવ્યા નહીં. તેમજ પોલીસ પૂછપરછમાં પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું હતું. તેઓ લગભગ દોઢ દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટમાંથી  6 બાંગ્લાદેશી ઝડપાયા

રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશી ઝડપાયા છે. તમામ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ કર્યા બાદ ડિપોર્ટ કરવામાં આવશે.  શહેરના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.   જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસની તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 21 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે.