શોધખોળ કરો

Rajkot: ગોંડલ-આટકોટ રોડ પર કાર પુલ નીચે ખાબકી, બાળક સહિત 3 લોકો જીવતા ભડથું

રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ રોડ પર એક ગોજારી અકસ્માતની ઘટના બની છે.  કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ થઈ  પુલ પરથી નીચે ખાબકી હતી.

રાજકોટ:  રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ રોડ પર એક ગોજારી અકસ્માતની ઘટના બની છે.  કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ થઈ  પુલ પરથી નીચે ખાબકી હતી. કાર પલટી માર્યા બાદ આ કારમાં  અચાનક જ આગ લાગી ગઈ હતી.  થોડીવારમાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ  કારમાં આગ લાગવાની ઘટના બનતા તેમાં સવાર 3 લોકો ગાડીમાંથી બહાર નીકળે તે પહેલા જ જીવતા ભડથું થયા હતા. આ કાર અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.        

આ ઘટનામાં એક બાળક સહિત કુલ 3 લોકોના મૃત્યુ

આ અકસ્માતની ઘટના અંગેની જાણ થતા જ  સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.  આ ઘટનામાં એક બાળક સહિત કુલ 3 લોકોના મૃત્યુ થયાં છે. ગોંડલ પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 

કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી

મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર પુલ નીચે પટકાતાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. કાર પુલ નીચે ખાબકતા તેમાં સવાર ત્રણ મુસાફરો બહાર નિકળી શક્યા નહીં અને જીવતા ભડથું થઈ ગયા હતા.   હ્યુન્ડાઈ ઓરા કાર ગોંડલ-આટકોટ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર અંદાજે 6 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબકી હતી. કાર નીચે ખાબકતા  સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા તો ફ્યુલ લીકેજને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

હજુ સુધી આ અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી થયું

આ ગમખ્વાર અકસ્માત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી.  વહેલી સવારના ગાઢ ધુમ્મસને કારણે ઓછી વિઝિબિલિટી હોવાની અથવા તો ચાલકને ઊંઘ આવી ગઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને કારના નંબર તેમજ એન્જિન નંબરના આધારે મૃતકોની ઓળખ અને માલિકની શોધખોળ શરુ કરી હતી. હાલ તો આ અકસ્માતની  ઘટનાથી સમગ્ર ગોંડલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત

રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ

Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ

India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો

વિડિઓઝ

Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Vadodara Accident: વડોદરામાં રફતારનો કહેર, ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ
Kutch Hit and Run: કચ્છમાં ગાંધીધામમાં નબીરા કારચાલકે અડફેટે લેતા બે લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત
Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત
રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ
રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ
Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ
Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ
India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો
India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો
ફરી એકવાર વિવાદિત નિવેદન, ગુજરાતમાં દારૂબંધીની નૌટંકી કરો બંધ: શંકરસિંહ વાઘેલા

બગદાણા કેસમાં જયરાજ આહિરને મળ્યા જામીન, 14 દિવસ બાદ થશે જેલમુક્ત

મુંબઇને પહેલી વખત મળ્યાં ભાજપના મેયર, રીતુ તાવડે સંભાળશે સુકાન, જાણો કોણ ડેપ્યુટી મેયર?

T20 World Cup: આજે ભારતનો પહેલો મુકાબલો USA સામે, જાણો વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

Embed widget