TRP Game ZONE Fire:રાજકોટની દુર્ઘટનાને આજે 4 દિવસ વીતી ગયા છે. ઘટનામાં 3 લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ  મંજૂર કર્યો છે. ત્રણ પૈકી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ TRP ગેમ ઝોનમાં પાર્ટનર છે. આ સમય દરમિયાન રાજકોટ અગ્નિકાંડનો આજે ચોથો દિવસ છે. સોમવારે વધુ 11 મૃતદેહની ઓળખ શક્ય બની છે. રાજકોટમાં 48 કલાક બાદ પણ 28માંથી 13 મૃતદેહ ઓળખી શકાયા છે.  13 પૈકી 8 મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના સગા સબંધીઓને સોંપાયા છે.


કયા અધિકારીને શું ભૂમિકા હતી એટલે સસ્પેન્ડ થયા..

1.વી આર પટેલ પી.આઈ તાલુકા પોલીસે ગેમ ઝોનમાં એનઓસી નો હોવા છતાં પોઝિટિવ રિપોર્ટ આપ્યો હતો.
2. એન આઇ રાઠોડ પી.આઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન- ટીઆરપી ગેમ ઝોનમાં ચકાસણી કર્યા વિના લાયસન્સની મંજૂરી આપી દીધી હતી..

3. પારસ એમ કોઠીયા,કાર્યપાલક ઇજનેર,ગેઇમ ઝોનમાં ચાલુ કરવાની અરજી બાદ સ્થળ પર જઈને જરૂરિયાત કાર્યવાહી કરી નહીં

4. ગૌતમ ડી જોશી, એટીપી મહાનગરપાલિકા,સુપર વિઝનને જવાબદારીમાં ગંભીર બેદરકારી દાખવી હતી..

5. જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઇજનેર,મંજૂરી વગરના ગેમ ઝોનના સ્ટ્રક્ચર સામે કોઈ કાર્યવાહી કરી ન હતી..

6. રોહિત વિગોરા,ફાયર ઓફિસર,રાજકોટ, ફાયર એનઓસી વિના ધમધતા ગેમ ઝોન સામે આંખ આડા કાન કર્યાં


ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામં આવ્યા છે.રાજકોટ મહાપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. ડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે. ત્રણેય IPS અધિકારીઓની પણ બદલીના આદેશ ટૂક સમયમાં મળશે.


હાઇકોર્ટો સ્થાનિક ઓથોરિટીના કાઢી ઝાટકણી


અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની  ઝાટકણી કાઢી છે.  કહ્યું દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ, શું તમે આંધળા થઈ ગયા હતા, તમે શું ઉંઘતા હતા,  કોર્ટ કહ્યું કે, દુર્ઘટના પાછળ રાજકોટ મનપા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી છે. જે સ્પષ્ટ છે.રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોને ઝાટકતા હાઈકોર્ટે કહ્યું કે,  TRP ગેમિંગ ઝોને ફાયર NOC કે જરૂરી મંજૂરી મેળવી ન હતી તો વર્ષ 2021થી 2024 સુધી તમે કર્યું શું... તમારા અધિકારીઓએ કેમ ચેકિંગ કે તપાસ ન કરી... દુર્ઘટના સુધી કેમ ન હતી ફાયર NOC, સ્ટ્રકચર સ્ટેબિલીટી કે અન્ય કોઈ મંજૂરી? હાાઇકોર્ટે અનેક વેધક સવાલ કરતા સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી છે