રાજકોટ:  રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 17 વર્ષની સગીરાને બેભાન કરી તેની સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે.  કેફી પીણું પીવડાવી સગીરાને બેભાન કરી દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. 

Continues below advertisement

અહેવાલ અનુસાર સાવરકુંડલા  પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટમાં રહેતી હતી.  આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમીત ખુંટ નામના  યુવાન સાથે  એક સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. બંને વચ્ચે મુલાકાતો થતી હતી. 

યુવક સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો

Continues below advertisement

સાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવક અમિત ખુંટે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે.  ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી હતી. યુવક સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. રીબડા ગામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.  મેડિકલ ચેકઅપ સહિતની તપાસ પોલીસે હાથ ધરી છે.  

અવાવરૂ જગ્યાએ યુવતીની આંખ ખુલી

સગીરાને બેભાન કરવાની દવા પીવડાવમાં આવી હતી. બાદમાં અવાવરૂ જગ્યાએ યુવતીની આંખ ખુલી હતી. તેણે પોતાની બહેનને આ અંગે જાણ કરી હતી. હાલ  સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં યુવતી પર છરીથી જીવલેણ હુમલો કરી યુવક ફરાર

ખંભાળિયામાં યુવતી પર છરીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઇ  છે. યુવક યુવતી પર હુમલો કરીને ફરાર થઇ ગયો છે. યુવકે યુવતી પર છરીથી હુમલો કરતા ઘાયલ યુવતીને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં  યુવતીની હાલત ગંભીર બની હતી. આરોપી યુવક યુવતીના એકતરફી પ્રેમમાં હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેણે આ ઘાતકી પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં યુવતી પર છરીના હુમલાની ઘટના એટલી ગંભીર હતી કે તેને 55 ટાંકા લેવા પડ્યા હતા.  યુવતીની હાલત ગંભીર બની હતી. આરોપી યુવક યુવતીના એકતરફી પ્રેમમાં હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેમણે આ ઘાતકી પગલું ભર્યું હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.