શોધખોળ કરો

Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત

પોરબંદર ક્રિકેટ એસોસિએશન તરફથી કિરીટ સવજાણી  મીડિયા સમક્ષ આવ્યા હતા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદ અને સભ્યપદ મામલે વિવાદ.
  • પોરબંદર ક્રિકેટ એસોસિએશને નવા સભ્યો ન બનાવવાના આરોપ મૂક્યા.
  • વહીવટ ફક્ત ત્રણ પરિવારો દ્વારા ચાલતો હોવાનો ગંભીર આરોપ.
  • SCA નું માઈક્રો ઓડિટ અને ૨૦ એસોસિએશનને સભ્ય બનાવવા માંગ.

રાજકોટ: રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)માં પરિવારવાદ અને સભ્યપદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશન તરફથી કિરીટ સવજાણી  મીડિયા સમક્ષ આવ્યા હતા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં નવા સભ્યો બનાવવાની પ્રક્રિયા બંધ છે, જ્યારે બીજી તરફ વારસાઈ સભ્યપદ આપવામાં આવી રહ્યું છે.

આજે કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી

કિરીટભાઈ સવજાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા આશરે 20 ક્રિકેટ એસોસિએશનને કેમ સદસ્ય બનાવતા નથી, જે મોટો પ્રશ્ન છે. આ મુદ્દે આજે કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. તેમના કહેવા મુજબ, SCA ક્રિકેટરોનું સંગઠન હોવું જોઈએ, પરંતુ હાલમાં તેનો વહીવટ શાહ, કામદાર અને દોશી પરિવાર ચલાવી રહ્યા છે.

SCAનું માઇક્રો ઓડિટ કરવામાં આવે

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ત્રણ પરિવારો વર્ષોથી એસોસિએશન ચલાવી રહ્યા છે, જે નિયમો વિરુદ્ધ છે. ક્રિકેટના વિકાસને બદલે અન્ય વિકાસ થઈ રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. સાથે જ પોરબંદર ક્રિકેટ એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં 20 ક્રિકેટ એસોસિએશનને સભ્ય બનાવવા અને SCAનું માઇક્રો ઓડિટ કરાવવું સામેલ છે.

આ તરફ સુરેન્દ્રનગર ક્રિકેટ એસોસિએશનના અર્જુનસિંહ પણ રજૂઆત માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી વધુ ટિપ્પણી કરી શકાય તેમ નથી, પરંતુ પોતાનો પક્ષ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સભ્યપદને લઈ વિવાદ

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદ, સભ્યપદ અને વહીવટને લઈને અગાઉ પણ વિવાદો સામે આવ્યા છે. હવે પોરબંદર અને અન્ય ક્રિકેટ એસોસિએશનોએ મીડિયા સામે અવાજ ઉઠાવતા મામલો વધુ ગરમાયો છે. SCAના વહીવટ અને પારદર્શકતાને લઈને આગામી દિવસોમાં વધુ ચર્ચા થવાની શક્યતા છે.

આ સમગ્ર વિવાદ પાછળ એસોસિએશનમાં ચાલતો પરિવારવાદ મુખ્ય કારણ છે. સંસ્થા પર એક જ પરિવારના સભ્યોનું વર્ષોથી પ્રભુત્વ છે.  પરિવારવાદને લઈ સુપ્રીમકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ થઈ હતી. જો કે સુપ્રીમકોર્ટના હુકમનો અનાદર થતાં ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે તાત્કાલિક પગલાં ભરીને સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ એક તપાસ કમિટીની રચના કરી હતી.  

Frequently Asked Questions

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) માં પરિવારવાદ અને સભ્યપદ અંગે મુખ્ય વિવાદ શું છે?

મુખ્ય વિવાદ એ છે કે SCAમાં નવા સભ્યો બનાવવાની પ્રક્રિયા બંધ છે, જ્યારે વારસાઈ સભ્યપદ આપવામાં આવી રહ્યું છે. કેટલાક પરિવારો વર્ષોથી એસોસિએશન ચલાવી રહ્યા છે.

પોરબંદર ક્રિકેટ એસોસિએશનની મુખ્ય માંગણીઓ શું છે?

પોરબંદર ક્રિકેટ એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં 20 ક્રિકેટ એસોસિએશનને SCAના સભ્ય બનાવવા અને SCAનું માઇક્રો ઓડિટ કરાવવાનો સમાવેશ થાય છે.

SCAના વહીવટમાં કયા પરિવારોનો દાવો છે?

આક્ષેપો અનુસાર, SCAનો વહીવટ શાહ, કામદાર અને દોશી પરિવારો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જે નિયમો વિરુદ્ધ હોવાનું મનાય છે.

આ પરિવારવાદના મુદ્દે ક્યાં સુધી પહોંચ્યો છે?

પરિવારવાદને લઈને સુપ્રીમકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ થઈ હતી, જેના અનાદર બાદ ગુજરાત હાઈકોર્ટે એક તપાસ કમિટીની રચના કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું નિધન, ભાજપમાં ઘેરા શોકની લાગણી
Rajkot: રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું નિધન, ભાજપમાં ઘેરા શોકની લાગણી
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
રાજકોટમાં સાંઢીયા પુલને આજે લોકો માટે મૂકાયો ખુલ્લો, ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
રાજકોટમાં સાંઢીયા પુલને આજે લોકો માટે મૂકાયો ખુલ્લો, ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget