શોધખોળ કરો

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી

રાજકોટના કાગવડમાં સ્થાપિત લેઉવા પાટીદાર સમાજના આસ્થાનું ધામ ખોડલધામ મંદિરના ટ્રસ્ટે અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પસંદ કર્યાં છે. હવે તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.

રાજકોટના કાગવડના ખોડલધામને લઇને એક મહત્વના અપડ્ટેસ આવ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. ઉલ્લેખનિય  છે. ખોડલધામ ખાતે યોજાયેલી 'કન્વીનર મીટ 2026'માં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ નિર્ણયની જાહેર કર્યો હતો. હવે ખોડલધામના સંગઠનને લગતાં કાર્યોનું સંચાલન અનાર પટેલ  કરશે.

ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલનું પહેલું નિવેદન
ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે  પહેલું નિવેદન  આપતાં સમાજની સંગઠન શક્તિ પરના મહત્વની વાત કરી હતી.
તેમજ સંસ્થાએ મુકેલા વિશ્વાસને નિભાવવાનો પણ વાયદો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમાજ હિતની વાત હોય ત્યારે કદાચ મતભેદો હોઇ શકે પરંતુ પરસ્પર મતભેદ નહિ. અનાર પટેલે સમાજનું મહત્વ સમાજવતાં કહ્યું કે, સમાજ મોટો છે અને આપણી ઓળખ સમાજથી જ છે. તેમણે કહ્યં કે, આપણે સમાજના હિતના કાર્યમાં નરેશ પટેલને ટેકો આપીશુ નહિ કે ટીકા કરીએ.

નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે.                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા પૂર્વ PAK ક્રિકેટરે અભિષેક શર્માની ટેકનિક પર ઉઠાવ્યા સવાલ,ગણાવ્યો સ્લોગર
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા પૂર્વ PAK ક્રિકેટરે અભિષેક શર્માની ટેકનિક પર ઉઠાવ્યા સવાલ,ગણાવ્યો સ્લોગર
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
Share Market Update: શેર બજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફટી 25500ની નીચે 
Share Market Update: શેર બજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફટી 25500ની નીચે 
Advertisement

વિડિઓઝ

Rajkot News: મ્યુલ હંટ ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય સાઈબર સેલની મોટી કાર્યવાહી
Amrutji Thakor: સ્થાનિકોએ કારચાલકને પકડ્યો,પોલીસે આરોપીને ભગાડ્યોઃ અમૃતજી ઠાકોરનો આરોપ
Monkey Attack : મહારાષ્ટ્રના નવાપુરમાં તોફાની વાનરે મચાવ્યો આતંક
Rajkot Video: રાજકોટમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ત્રણ શખ્સોની દારૂની મહેફિલનો વીડિયો
BIG News : વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
PM મોદીએ 'સેવા તીર્થ' ખાતે કઈ ફાઇલ પર કરી પહેલી સહી? નવા PMO માં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા પૂર્વ PAK ક્રિકેટરે અભિષેક શર્માની ટેકનિક પર ઉઠાવ્યા સવાલ,ગણાવ્યો સ્લોગર
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા પૂર્વ PAK ક્રિકેટરે અભિષેક શર્માની ટેકનિક પર ઉઠાવ્યા સવાલ,ગણાવ્યો સ્લોગર
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, જાણી લો
Share Market Update: શેર બજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફટી 25500ની નીચે 
Share Market Update: શેર બજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફટી 25500ની નીચે 
FASTag Scam Alert: નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી,  NHAI એ જાહેર કર્યું એલર્ટ 
FASTag Scam Alert: નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી,  NHAI એ જાહેર કર્યું એલર્ટ 
ડાયાબિટીસમાં સફરજનનું સેવન ફાયદો પહોંચાડે કે પછી નુકસાન, જાણો અહીં
ડાયાબિટીસમાં સફરજનનું સેવન ફાયદો પહોંચાડે કે પછી નુકસાન, જાણો અહીં
Silver Price Today: ચાંદીમાં ફરી શાનદાર તેજી, વૈશ્વિક બજારમાં 3% નો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત 
Silver Price Today: ચાંદીમાં ફરી શાનદાર તેજી, વૈશ્વિક બજારમાં 3% નો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: એરિયર્સમાં મળશે લાખો રુપિયા!  30-50% વધી જશે પગાર ? જાણો શું છે અપડેટ 
8th Pay Commission: એરિયર્સમાં મળશે લાખો રુપિયા!  30-50% વધી જશે પગાર ? જાણો શું છે અપડેટ 
Embed widget