રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર થવાના અંતિમ દિવસે રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સાંજ સુધીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા સામેથી જ ગોંડલ કોર્ટની અંદર હાજર થયા છે.
ગઈકાલે અનિરુદ્ધસિંહને સાત દિવસનો સ્ટે મળ્યો હતો જે આજે રદ થતા સામેથી કોર્ટમાં હાજર થયા છે. પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સામેથી હાજર થયા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્રારા આજે 8 વાગ્યા સુધીમાં હાજર થવા ફરમાન કર્યું હતું. ગઇકાલે 7 દિવસની મુદ્દત આપ્યા બાદ વાંધા અરજી રજૂ થતાં આજે રજૂ થવાનો આદેશ કરાયો હતો.
સુપ્રીમ કોર્ટે તેમને આપેલા સાત દિવસના સ્ટે ઓર્ડરને પરત ખેંચી લીધો છે, જેના કારણે તેઓને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 22 ઓગસ્ટ 2025ના રોજ તેમની 2018ની સજા માફીને ગેરકાયદેસર જાહેર કરીને રદ કરી હતી અને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
શું હતો એ સમગ્ર કેસ ?
15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપો અનુસાર રાજકીય દુશ્મનાવટના લીધે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હત્યા અંજામ આપ્યો હતો. આ ગંભીર કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ તરફ અનિરુદ્ધસિંહે 18 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. 29 જાન્યુઆરી, 2018ના રોજ સજા માફી માટેની ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય હવે રદ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરવાની ફરજ પડી છે.
અનિરુદ્ધસિંહનું નામ માત્ર એક હત્યા કેસમાં જ નહીં પણ પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ આ કેસમાં ફરાર હતા. પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.