Salangpur Temple Controversy: સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. હાલમાં સમગ્ર રાજ્યમા સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ નૌતમ સ્વામી બાદ વધુ એક સ્વામીનારાયણના સંતે વિવાદિત નિવેદન આપ્યું છે. 


 



રાજકોટ BAPSના સંતના વિવાદિત બોલથી આગામી સમયમાં વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ મુનિ સ્વામીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અપૂર્વ મુની સ્વામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, વનમાં સીતાજીએ લક્ષ્મણ પર આક્ષેપ કર્યો હતો. 13 વર્ષથી તું એટલા માટે ફરે છે કારણકે રામ મૃત્યુ પામે એટલે હું તારી સાથે લગ્ન કરી લઉં. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય બાદ BAPSના સંતનો વિવાદિત વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.


સાંસદ રામ મોકરિયાનું નિવેદન









નૌતમ સ્વામીએ શું કહ્યું ?


નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.


કરણી સેના સારંગપુરમાં કરશે હલ્લા બોલ

સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો,  વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.