રાજકોટઃ ગુજરાતમાં કોરાનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, આ જિલ્લાઓમાં નવા આવેલા કેસો કરતાં વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.


સૌરાષ્ટ્રમાં ગઈ કાલે સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના દર્દીઓએ મ્હાત આપી છે. ગઈ કાલે 13 કેસ નોંધાયા હતા. જેની સામે 79 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 62 કેસ નોંધાયા હતા. જેની સામે 67 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

આ સિવાય અમરેલીમાં 27 નવા કેસ સામે 27 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બોટાદમાં 11 કેસ સામે 11 સ્વસ્થ થયા હતા. પોરબંદરમાં 10 કેસ સામે 23 લોકો સાજા થયા, જૂનાગઢ ગ્રામ્યમાં 9 કેસ સામે 20 સાજા થયા, જામનગરમાં 6 કેસ સામે 6 સાજા થયા. સુરેન્દ્રનગરમાં 6 કેસ સામે 13 લોકો સાજા થયા હતા.