શોધખોળ કરો

સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Rajkot News:  સૌરાષ્ટ્રના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે, જેને લઈને કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના સૌથી ધનિક રાજકીય નેતાઓમાંના એક ગણાય છે અને ચૂંટણી દરમિયાન જાહેર કરેલી તેમની મિલકતોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની સલામત બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જે તે સમયે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચાયેલી બેઠક હતી. અગાઉ 2018માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જોકે તેઓ લાંબો સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા નહોતા અને કોંગ્રેસમાં પરત ફર્યા હતા.

ટેલિફોનિક વાતચીતમાં કરી જાહેરાત

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 'એબીપી અસ્મિતા' સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન પોતે રાજકીય અને સામાજિક જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, "હું સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મેં આ અંગે શહેરના મોવડી મંડળને પણ જાણ કરી દીધી છે." જોકે, હાલમાં તેઓ મીડિયા સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે અને આ નિવૃત્તિ પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી.

રાજકીય સફર અને ઉતાર-ચઢાવ

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના રાજકારણમાં ખૂબ જ વગદાર ચહેરો ગણાય છે. તેમની રાજકીય કારકિર્દી અનેક વળાંકોથી ભરેલી રહી છે: તેઓ રાજકોટની પૂર્વ બેઠક પરથી  ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ ચૂંટણી લડ્યા હતા.  થોડા સમય પહેલા તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા, પરંતુ ત્યાં લાંબો સમય ટકી શક્યા નહીં અને ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.

કોંગ્રેસ માટે મોટું નુકસાન

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ઈન્દ્રનીલ જેવા આર્થિક અને સામાજિક રીતે સદ્ધર નેતાની નિવૃત્તિ કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. રાજકોટમાં કોંગ્રેસના સંગઠનમાં તેમનું વર્ચસ્વ રહ્યું છે, ત્યારે હવે તેમની ગેરહાજરીમાં પાર્ટી આગામી ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું. હાલ તો ઈન્દ્રનીલ રાજ્યગુરુના આ નિર્ણયથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શું આ માત્ર રાજકીય નિવૃત્તિ છે કે પછી કોઈ મોટા ફેરફારની પૂર્વતૈયારી, તે તો આગામી સમય જ કહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’
ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’
IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ
IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ
Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું
Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું
Embed widget