રાજકોટ: રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે 38 તાલુકાના ખેડૂતોનો પાક ધોવાયો છે. સોયાબીન, કપાસ, મગફળી, બાજરી, મરચી, કઠોળ સહિત અન્ય પાકને ભારે વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે.


સૌરાષ્ટ્રમાંનુક્સાનીનો વરસાદ વરસ્યો છે. રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી સહિતના વિસ્તારમાં વરસાદથી પાકને ભારે નુક્સાન થયું છે. મગફળીનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. રાજકોટના કણકોટમાં પવન સાથેના વરસાદથી કપાસ અને મગફળીના પાકમાં ભારે નુક્સાન થયું છે. મગફળીનો પાક નિષ્ળતાના આરે તો કપાસમાં પણ ફાલ ખરી પડ્યો છે.

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડ્યું છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.