Arvind Kejriwal Saurashtra visit:: ગુજરાત ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના સીએમ કેજરીવાલ સભા ગજવવાના છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 11મી એ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારનો આરંભ કરશે. રાજકોટમાં 11મેના રોજ શાસ્ત્રી મેદાનમાં કેજરીવાલની જંગી જાહેરસભા યોજાવાની છે. રાજકોટ સહીત સૌરાષ્ટ કચ્છના AAPના કાર્યકરો આ સભામાં હાજરી આપશે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ 11મી સાંજે 5 વાગ્યે જાહેરસભા સંબોધશે. આ દરમિયાન રાજકોટમાં AAPના ઇંદ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા, રાજભા ઝાલા અને શિવલાલ બારસીયા સહીત અગ્રણીઓ તૈયારીમાં લાગ્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ- ભાજપના કેટલાક નેતાઓ AAPની ટોપી પહેરે તેવી રાજકીય હલચલ જોવા મળી રહી છે.


 



નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
જામનગર: છેલ્લા થોડા દિવસથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયું છે. નરશે પટેલ તાજેતરમાં જ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અટકળો વહેતી થઈ હતી કે શું તેઓ ભાજપમાં જોડાશે? તો હવે કોંગ્રેસના સ્ટેટ નેતૃત્વથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. હકિકતમાં જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ગતરાત્રીએ ડાયરો યોજાયો હતો જેમા અનેક નેતાઓ જોવા મળ્યા હતા. જેમા હાર્દિક પટેલ , જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે તમામ નેતાઓ સાથે હાથ મીલાવ્યા હતા. તેથી એવી પણ અટકળો લગવવામાં આવી રહી છે કે શું હવે હાર્દિક હાથનો સાથ છોડશે?


18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના
Chhota Udepur : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. આજે 5 મેએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપુર ખાતેથી પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. મુખ્યપ્રધાન છોટા ઉદેપુરમાં હતા એ દરમિયાન  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અચાનક જ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચી સૌને ચોંકાવી દીધા. 


મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે  વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોચ્યાં હતા અને સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાતને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બિરદાવી હતી. આ પ્રસંગે સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યપ્રધાને પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે. 


વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું આજે તેમના વતન જામલીમાં રાખવામાં આવ્યું હતું, જયારે આવતીકાલે 6 મેં ના રોજ ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાન બંગલા નંબર 7, મંત્રીઓના બંગલાના વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.