રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
Rajkot News: રાજકોટ જંગલેશ્વર વિસ્તાર કાટમાળમાં ફેરવાય ગયો છે, મોટાભાગની મિલકત તોડી પડાઇ છે. કાટમાળ ખસેડવાની કામગીર હાલ ચાલી રહી છે.

Rajkot News: રાજકોટનું સૌથી મોટું ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા 2 દિવસથી હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન અંતર્ગત અત્યાર સુધીમામાં 1509 મિલકતને પર બુલડોઝર ફરી વળ્યું છે. હજુ 5 જેટલા મકાન તોડવાના બાકી છે. ત્યારે આજે આ 5 મિલકત તોડી પડાતા લગભગ આ ડિમોલિશન સંપૂર્ણ પૂર્ણ થશે. ગેરકાયદે 1509 મિલકત તોડી પડાતા સમગ્ર જંગલેશ્વરનો વિસ્તાર કાટમાળમાં ફરેવાય ગયો. છે. મિલકત ધ્વંશ બાદ હવે કાટમાળ ઉપડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ડિમોલિશનથી 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા ખાલી પડી છે. આ ખુલ્લી જગ્યા પર રોડ અને પ્રોટેકશન દિવાલ પણ બનાવાશે જેના કારણે આજી ડેમ નજીક ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યા પણ દૂર થશે.
87,000 ચોરસ મીટરની જગ્યાની મિલકત તોડી પડાતા અહીં અનેક અભાવગ્રસ્ત જીવન જીવતા લોકોને આશરો છીનવાય ગયો છે. ત્યારે આ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કેટલાક કરૂણ દ્વશ્યો પણ જોવા મળ્યાં હતા. કેટલાક વૃદ્ધોનું જીવન સંધ્યાએ આશ્રય સ્થાન છીવનાઇ જતાં આંખોમાં માયુસી અને મજબુરીના આંસુ જોવા મળ્યા હતા. એક માતા દિવ્યાંગ 2 બાળકો સાથે ઘર વિના બેઘર થઇને રઝળી પડતાં તેમની આંખોમાં આંસુ સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો. આમ કાટમાળના ઢગલા વચ્ચે મજબૂરી અને માયુસીનું વાતાવણ આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. પ્રશાસને દોઢ મહિનાની પૂર્વતૈયારીના અંતે ઓપરેશન જંગલેશ્વર ડિમોલિશન હાથ ધર્યું હતું. ડિમોલિશન માટે 4 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઇ, 140 પીએસઆઇ,1000 પોલીસ જવાન ખડેપગે રહ્યાં હતા. આ સાથે એસઆરપી, એસએએફની 11 ટીમ, 3 ક્યુઆરટી તેમજ 22 પ્રિઝન યુનિટ તૈનાસ કરવામાં આવી હતી.ત્રણ ડ્રોન ટીમોની મદદથી ડિમોલિશન પર સતત નજર રખાવામાં આવી રહી હતી.
ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિમાં સામેલ લોકોની પ્રોપર્ટી પણ હતી અને ત્યાં ખુલ્લેઆમ ગુનાખોરીના પ્રવૃતિ ચાલતી હતી, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 11 હિસ્ટ્રી શીટરોના કુલ 8 મકાન, 97 ઓરડી, 3 દુકાન તોડી પાડવામાં આવ્યો છે. 11 હિસ્ટ્રીશીટરોના 8 આલિશાન મકાન તોડી પાડવામાં આવ્યા છે.























