રાજકોટ શહેરમાં મેગા ડિમોલેશન, 21 જેટલા ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Dec 2020 08:01 PM (IST)
21 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. ગત સપ્તાહ દરમિયાન પણ મેગા ડીમોલેશનની કામગીરી હાથ ધરી 50 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ : જિલ્લા કલેકટર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના કોઠારીયા વિસ્તારમાં જિલ્લા કલેકટર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું હતું. મનપા અને પોલીસ સ્ટાફની મદદથી ડીમોલેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 21 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. ગત સપ્તાહ દરમિયાન પણ મેગા ડીમોલેશનની કામગીરી હાથ ધરી 50 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. શહેરના કોઠારીયામાં 10 દિવસ પહેલા આ જ વિસ્તારમાં સાંઈબાબા ચોક, રોલેક્ષ કારખાનાની બાજુમાં 20 જેટલા કારખાના તંત્રે તોડી પાડ્યા હતા. આજના ડીમોલેશનના ઓપરેશનમાં કોર્પોરેશન અને જીઈબીની ટીમો પણ જોડાઈ હતી. વીજ તંત્ર દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે મહિનાના ઓછા સમયગાળા દરમિયાન આઠમી વખત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ બે મહિના સુધી આ ઓપરેશન ચાલશે. આજે ડિમોલેશનમાં 21 કારખાના તોડી પાડવામાં આવ્યા છે. બુલડોઝર ફેરવી જમીન સપાટ કરી દેવામાં આવી છે.