રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારનો પ્રથમ દિવસ વિવાદમાં આવ્યો છે. દરબારમાં પ્રસાદીની ખુરશીના ભાવ-તાલના બોર્ડ લાગ્યા હતા. પૈસા આપો અને ખુરશી બુક કરોના બોર્ડ લાગ્યા હતા. પ્રસાદીની ખુરશીના ભાવ 350થી 450 રૂપિયા રાખવામાં આવ્યા છે.


નોંધનીય છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં મોડી રાત્રે વીઆઇપી દરબાર યોજાયો હતો. રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે વીઆઇપી દરબાર યોજાયો હતો. આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો. નોંધનીય છે કે ગઇકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર યોજાશે નહીં.


દિવ્ય દરબારના પ્રથમ દિવસે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજર રહેનાર લોકોને સ્ટેજ પર બોલાવ્યા હતા. બાબાએ ઉપર બોલાવેલા લોકોના મનની વાત જાણી હતી. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નેહાબેન સાથે બાબાએ વાત કરી હતી. નેહા બેને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે મારો દીકરો નાપાસ થયો હતો જેની મને ચિંતા હતી જે બાબતે બાબાએ મારી સાથે વાત કરી હતી. તો રાજકોટના બિઝનેસમેન ચેતન પટેલ સાથે પણ બાબાએ વાત કરી હતી. ચેતન પટેલે કહ્યું કે  કયા વગર બાબાએ મારા મનની વાત જાણી હતી. મારા પર દેવું છે તે વાત કરી હતી. તો મોરબી થી આવેલા ચેતનભાઇ ચાવડાએ કહ્યું કે આજે મારી દીકરીનો બર્થ ડે છે મેં બાબા સાથે વાત કરી ન હતી છતાં તેમણે મને કહ્યું કે તારી દીકરીનો બર્થ ડે છે.


Divya Darbar: બાબાએ નેતાઓને રોકડું પરખાવ્યું, પાર્ટી માટે મદદ માંગવા મારી પાસે ન આવવું


Divya Darbar:  રાજકોટ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જીવન જીવવાની કળા લોકોએ રાજકોટવાસીઓ પાસેથી શીખવી જોઈએ. બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે.  બાબાએ કહ્યું કે, જીવવાનું શીખવું હોય તો કુછ દિન ગુજારો રાજકોટ મે. રામ રક્ષા સ્તોત્રની પંક્તિઓનું પઠન કરી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબારની  શરૂઆત કરી હતી.


દિવ્ય દરબાર ખાતે બાબા  ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.