Female Police Constable Suicide: રાજકોટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, રાજકોટ પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કૉન્સ્ટેબલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. માહિતી છે કે, મહિલા કૉન્સ્ટેબલે ઘરકંકાસથી કંટાળીને આ પગલુ ભર્યુ છે. રાજકોટ બાદ અમદાવાદમાં સારવાર દરમિયાન મહિલા કૉન્સ્ટેબલનું મોત નીપજ્યુ હતુ. 

Continues below advertisement


રાજકોટમાંથી વધુ એક પોલીસ કર્મીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે મહિલા કૉન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. માહિતી પ્રમાણે, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કૉન્સ્ટેબલ, જેનું નામ હરસિદ્ધિબેન ભારડીયા છે, જેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. 8 સપ્ટેમ્બરના દિવસે મહિલા કૉન્સ્ટેબલે ઝેરી પાવડર ખાઇને આત્મહત્યા કરી હતી, જે પછી તેને સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લવાઇ હતી, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મહિલા કૉન્સ્ટેબલનું મોત નીપજ્યુ છે. મહિલા કૉન્સ્ટેબલના નિધનને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, પતિ કોઇ કામ ધંધો ના કરતો હોવાથી વારંવાર મહિલા કૉન્સ્ટેબલના ઘરમાં ઘરકંકાસ થતો રહેતો હતો. 


અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી 1 હજારની લાંચ લેતા ઝડપાયો, દિવાળી બોનસ પેટે માંગ્યા હતા રૂપિયા



અમદાવાદ શહેરમાં અસલાલી સર્કલ નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલને ACBએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. માહિતી પ્રમાણે, અસલાલી સર્કલ નજીક કિશોર મકવાણા નામના ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલા ફરિયાદ પાસે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. વેપારીએ ACBમાં ફરિયાદ નોંધવતા જ ACBએ અસલાલી સર્કલથી કમોડ તરફ આવવાની રૉડ પરથી કૉન્સ્ટેબલને એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. હાલમાં ACBએ કિશોર મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.