રાજકોટ: શહેરના આનંદ ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે પાંચથી 6 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યાં હતા. આગના કારણે પાર્કિગમાં રાખેલા વાહનો પણ ભસ્મિભૂત થઇ ગયા હતા. સદભાગ્યે કોઇ જાનહાનિના અહેવાલ નથી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવા માટેની કવાયત હાથ ધરી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટનો બહુ જુનો ઇન્ડ્સ્ટ્રિયલ વિસ્તાર છે જ્યા આગ લાગી છે. આગની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. સદભાગ્યે આગમાં કોઇ જાનહાનિ નથી થઇ પરંતુ માલનું મોટાપાયે નુકસાન થયાનો અનુમાન છે.
એબીપી અસ્મિતાના સંવાદાતાએ ફર્નિચરના ગોડાઉનના માલીક સાથે વાત કરી હતી. જે મુજબ ફર્નિચરના ગોડાઉનમાં સોફા બનાવવા વપરાતું લેધર ફેબ્રિક સહિતની ફર્નિચર માટે બનાવવા માટે વપરાતું મટિરિયલ હતું, આગના કારણે ગોડાઉનનો બધો જ માલ બળીને ખાક થઇ જતાં લાખોના નુકસાનનો અનુમાન છે.
Bharuch: શહેરની આ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા મચી ગઇ નાશભાગ
ભરૂચ: પાલેજ GIDCમાં વેસ્ટિજ કંપનીમાં અચાનક ભયંકર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિ નથી થઇ
ભરૂચની પાલેજ GIDCમાં વેસ્ટિજ કંપનીમાં અચાનક ભયંકર આગ લાગતા થોડા સમય માટે નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની સાત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જીઆઇડીસીમાં આવેલી રૂચિકા વેસ્ટિજ કંપનીમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવી પડી હતી. આગના કારણે આસપાસનું વાતાવરણ ધૂમાડાયુક્ત બની ગયું હતું. ભીષણ આગના કારણે મોટાભાયે માલને નકુસાન પહોંચ્યું છે પરંતુ સદભાગ્યે કોઇ જાનહાનિના અહેવાલ નથી.
Surat: વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTVમાં કેદ
Surat: ડાયમંડનગરી સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે