રાજકોટઃ રાજકોટ પાસેના જેતપુરમાં એક કિશોરી પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે પાંચ નરાધમોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે પહેલાં મુખ્ય આરોપી ધવલ પારખિયા, ભાર્ગવ જોશી તેમજ પાર્થ છાટબારની ધરપકડ કરી હતી. એ પછી રોનક દોગા,ભાવેશ બૂટાણીની પણ ધરપકડ કરાઈ છે. જેતપુર પોલિસ છઠ્ઠા આરોપીને પણ બહુ જલદી ઝડપી લેશે એમ ASP સાગર બાગમારે જણાવ્યું છે.


આ ધટનામાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી જેતપુરની કિશોરી સાથે ધવલ પારખીયા નામના યુવાને મિત્રતા કેળવી હતી. પારખીયાએ કિશોરીને કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી હતી. છોકરી સાથે રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતો. ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ ભીડભંજન મંદિર રોડ પર આવેલી એક વાડીમા ધવલ તરૂણીને લઈ ગયો હતો. વાડીમાં વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા સહિત ત્રણ હવસખોરોએ છોકરી સાથે શરીર સબંધ બાંધી અત્યાચાર ગુજાર્યા હતા. છોકરી રડવા લાગતાં ધમકી આપીને ઘરે મૂકી ગયા હતા.

એ પછી ધવલે ફોટા વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી જુદીજુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે લઈ ગયા હતા. દિલીપભાઈના પુત્ર ખુશાલને પણ ખુશ કરવા દબાણ કરી શરીર સબંધ બાંધવા ફરજ પાડી હતી. આ હવસખોરોએ છોકરીને શારીરિક માનસીક ત્રાસ આપી વારંવાર ગેંગ રેપ કર્યો હતો. તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાની બુટીની બે જોડી તેમજ રોકડ રૂપિયા પણ પડાવી લેતાં છોકરી ઘર છોડીને ચાલી ગઈ હતી. જો કે પરીવારે છોકરીને શોધી લાવીને વીરપુર પાસેથી પરત લઈ આવી હિંમત આપી પૂછતાં તેણે પોતાના પર થયેલા અત્યાચારોની વિગતો જણાવી હતી. પરીવારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઈ તરૂણીની તમામ આપવીતી પ્રથમ ઇ મેઈલ દ્વારા જીલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા જેતપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પાંચ હવસખોરોને ઝડપી લીધા છે.