રાજકોટઃ રાજકોટની યુવતીને જામનગરના યુવક દીવ ફરવા લઈ ગયો હતો અને ત્યાં 24 કલાકમાં ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.  જામનગરના યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા પછી ફોન કરવાનું બંધ કરી દેતાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.


આ ઘટનાની પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ યુવતી ગયા વર્ષે યુવતી જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી ત્યારે સાથે આવતા રાજુ નામના યુવક સાથે પરિચય થયો હતો.  રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. તેણે રાજુને યુવતી વિશે પૂછતાં  રાજુએ પરિચય કરાવ્યો હતો. આ રીતે  બંનેના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને વાતચીત શરૂ થઈ હતી. કેતન દામજીભાઈ કાસુન્દ્રા જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહે છે.


ગયા સપ્ટેમ્બર માસમાં કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બંને પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા. બંને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી. 8.10.19ના રોજ કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી, તેની બહેન અને રાજુની સાથે દિવ ફરવા માટે ગયા હતા. ઘોઘલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બંને રૂમ નંબર 108માં જ્યારે રાજુ અને યુવતીની બહેન  અલગ અલગ રૂમમમાં રોકાયા હતા.


રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ ફરવાના બહાને રોકાઈને  બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો.  રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે તેથી આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. એ પછી 21 અને 22ના રોજ રોજ ફરી દિવ યુવતીને લઈ ગયો હતો અને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના 22/1ના જન્મદિવસ હોય બન્ને 21/1ના રોજ પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. દીવમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું.


કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતને  ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. યુવતી તા.18/3ના રોજ જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહશ એમ કહીને સમજાવીને કારમાં રાજકોટ મૂકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ તા. 21ના કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી દેતાં યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી.


અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમય માંગ્યો હતો. પરંતુ લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપતાં રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસનીસ પીએસ આઈ. એ.જી.અંબાસણના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે. આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે.