રાજકોટઃ સોનલ વસાણીએ મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. રાજીનામુ સ્વીકારવા પ્રદેશ અને જિલ્લા અધ્યક્ષને અપીલ કરી છે. સોનલ વસાણી જસદણ નગરપાલિકા વોર્ડ ૬ના સદસ્ય પણ છે. જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણીના માનસિક ત્રાસથી રાજીનામુ આપ્યું છે. મનસુખ રામાણી પૂર્વ કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાના કાર્યક્રમોમાં ન હાજર રહેવા કરતા દબાણ. અવારનવાર મહિલા આગેવાનને  કુંવરજી બાવળીયાના કાર્યક્રમોમાં હાજર ન રહેવા દબાણ થતું.


પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ ભાજપ મહિલા અધ્યક્ષ દીપિકા સરડવાને પત્ર લખ્યો. મહિલા આગેવાને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખ ખાચરીયાને પણ પત્ર લખી રાજીમાનું સ્વીકારવા અપીલ કરી. સોનલબેનનો આક્ષેપ ભાજપમાં સારી કામગીરી હોવા છતાં મહામંત્રી માનસિક ત્રાસ આપે છે.


મહિલા આગેવાન સોનલ વસાણીએ યુપીમાં પણ ભાજપનો પ્રચાર  કર્યો છે. મહિલા આગેવાને પત્રમાં લખ્યું,  જસદણ - વિંછીયા પંથકમાં એક મહિલા કાર્યકર તરીકે ભાજપ માટે ખુબ સારી કામગીરી કરી છે. મહિલા આગેવાન નો આક્ષેપ કુંવરજીભાઇના કરેલા કામો ને સોશ્યલ મીડિયામાં પોસ્ટ ન કરવા પણ થતું દબાણ. નવા મહિલા આગેવાનની શોધખોળ શરૂ થતા સોનલ વસાણીએ આપ્યું રાજીનામુ.




ગુજરાતના આ પાટીદાર IAS અધિકારીએ આપ્યું રાજીનામું, ચૂંટણી લડશે? જાણો કઈ સંસ્થા સાથે છે જોડાયેલા?


રાજકોટઃ  અધિક કલેકટર જે.કે. પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. નિવૃત્તિને એક વર્ષ પહેલાં રાજીનામુ આપ્યું. કડવા પાટીદાર અધિકારીએ અચાનક રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. જે.કે. પટેલ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી છે. રાજકોટ અથવા સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી જે.કે પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી શકે.


કડવા પાટીદાર સામાજિક ચહેરો ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ. રાજકોટમાં પાટીદાર IAS ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પણ જે કે પટેલ. સૌરાષ્ટ્રના કડવા પટીદારોની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જે કે પટેલ. આ પહેલા અનેક પાટીદાર અધિકારીઓ ભૂતકાળમાં ચુંટણી લડી ચુક્યા છે.