રાજકોટઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. હન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.
રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે.
રાજકોટમાં કેટલાક ભાજપ કાર્યકરોના ઘરે લગ્ન અવસરમાં સીઆર પાટીલ ભાગ લેશે. બપોરે દોઢ વાગ્યે નામાંકિત ઇમ્પિયરલ હોટેલમાં ઉદ્યોગપતિઓ સાથે પાટીલ ચર્ચા કરશે. બપોરે 3 વાગ્યે હેમુ ગઢવી હોલના મીની થિયેટરમાં શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સી આર પાટીલના કાર્યક્મ ને લઇ સાસંદ રામભાઈ મોકરીયા, કશ્યપ શુક્લ ,ભરત બોધરા ,ગોવિંદ પટેલ મોખરે. પૂર્વ CM વિજય રૂપાણી આજે બહારગામ હોવાથી હાજર નહિ રહે.
ભાજપ સાંસદ મોકરિયાનો યુ ટર્નઃ 'આવો કોઈ જૂથવાદ નથી, જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે'
રાજકોટઃ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ વિવાદ સર્જ્યા પછી યુ ટર્ન લીધો છે. હવે તેમણે નિવેદન આપ્યું કે, મીડિયા એની રીતે ચાલવે છે..આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે, તેમ મોકરિયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના યોજાયેલા ભાજપના સ્નેહમિલનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે કોઈ મુદ્દે રકઝક કરી રહ્યા હતા. આ સમયે સાંસદ મોકરિયા વચ્ચે આવતાં તેમને રૂપાણીએ બેસી જવા માટે કહ્યું હતું.
રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.