મોરબીઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર
લખ્યો છે. 


પશ્ચિમ બંગાળમાં ચુંટણીના પરીણામ બાદ ભારે હિંસા થયા થઇ રહી હોવાનો દાવો કવાડીયા કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મારામારી, આગચંપી અને બળાત્કારોના બનાવો વધ્યા હોવાની પત્રમાં વાત કરી છે. જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર લખી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરી છે. 


નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા મુદ્દે ગુજરાતમાં ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાના ઘટનાના પડઘા વલસાડ જિલ્લામાં પણ પડ્યા હતા.  ધરમપુરમાં  વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.  ભાજપના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર થતા જીવલેણ હુમલા અને હત્યાની ઘટનાના કસૂરવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની વલસાડ જિલ્લા ભાજપ દ્વારા માંગ કરાઈ છે.  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. 


 પશ્ચિમ બંગાળ હિંસા મામલે સુરતમાં પાંડેસરા ખાતે ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. પિયુષ પોઇન્ટ ખાતે હાથમાં બેનરો લઇ મમતા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. TMCના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ પર  હુમલો કરી રહિયા હોવાના ભાજપના આક્ષેપ છે. પશ્ચિમ બંગાળમાં હિંસા પાછળ મમતા સરકારને જવાબદાર ગણાવ્યા છે. પાંડેસરા પિયુષ પોઇન્ટ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મમતા સરકારનો વિરોધ કરાયો હતો. 


સુરતમાં બંગાળની ઘટના ને લઈ વરાછા વિસ્તારમાં ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેની સામે કોંગ્રેસનાના કાર્યકરોએ મેયર અને વિરોધ કરનારાનો વિરોધ કર્યો. ભાજપ દ્વારા બંગાળની ઘટનાને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો. પાટીદાર આંદોલનમાં શહીદ થયા હતા ત્યારે ક્યાં ગયા હતા તે અંગે કોંગ્રેસના કાર્યકાર્તાએ મેયરને સવાલ કરવામાં આવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સામસામે આવી જતા કરવામાં આવી અટકાયત. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાયરે ભાજપ હાય હાય અને હાયરે મેયરના નારા લગાવામાં આવ્યા. 7 કોંગ્રેસના કાર્યકર્તાની પુણા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.