રાજકોટઃ ગુજરાતમાં કોરાના(Gujarat Corona)એ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના ભાજપ (Rajkot BJP)ના વધુ બે દિગ્ગજ નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રાજકોટ મહાપાલિકા (Rajkot Corporation) ના ભાજપના વધુ બે નેતાઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. ભાજપના પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની લપેટમાં આવી જતાં હોમ આઇસોલેશન હેઠળ છે. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલે ખસેડાયા છે. રાજકોટમાં કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નથી હાહાકાર મચ્યો છે. સમગ્ર પરિવાર એકસાથે પોઝિટિવ આવે છે.
ભૂપેદ્રસિંહ ચુડાસમા કોરોના પોઝીટીવ આવ્યા છે. કેબિનેટ મંત્રીને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબિયત સારી હોવાની વાત સામે આવી છે. મંત્રી ઉપરાંત વડોદરાના ભાજપ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. મનીષાબેન વકીલે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મનીષાબેન વકીલ ઘરે ક્વોરોન્ટાઈન થયા છે.
આ ઉપરાંત ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપના નેતા આઇ.કે. જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે.
ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ભાજપના નેતા પછી હવે કોંગ્રેસના નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તાપીમાં વાલોડ (Valod) તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા (Jyotiben Nayaka)નું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.
તાપીમાં ભાજપના નેતા (BJP leader)નું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું છે. ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી(Bardoli) ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીત (Mohanbhai Gamit)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.