Gujarat Farmers Trouble News: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી માવઠાની સ્થિતિ છે, જેને લઇને સૌથી વધુ વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે, અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ થઇ છે. સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સૌથી તળીયાના ભાવે વેચવા મજબૂર બન્યા છે. હાલમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક એક પાણીની બૉટલ કરતાં પણ ઓછી છે. કિલો ડુંગળીનો ભાવ અત્યારે અઢી રૂપિયાથી પાંચ રૂપિયા સુધીનો બોલાઇ રહ્યો છે, જેના કારણે ખર્ચ પણ નથી નીકળી રહ્યું. આ ભાવ છેલ્લા ત્રણ વર્ષનૌ સૌથી નીચો ભાવ બન્યો છે.
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની ડુંગળી લઇને વેચવા આવી રહ્યાં છે પરંતુ ભાવ નથી મળી રહ્યાં. સૌરાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોને ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે. ખેડૂતોને ડુંગળીના અઢી રૂપિયા કિલોથી લઈ પાંચ રૂપિયા કિલોનો ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ 50 થી લઈ 200 રૂપિયા છે, એક પાણીની બોટલ કરતા પણ નીચા ભાવે ખેડૂતોની ડુંગળી વેચાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને એક વીઘા દીઠ 10000થી 15000ની આવક મળી રહી છે જ્યારે ડુંગળીનો ઉત્પાદન ખર્ચ 18 હજારથી લઈ 20 હજાર રૂપિયા સુધીનો છે. માર્કેટમાં આવેલા ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા કહી રહ્યાં છે કે આ છેલ્લા ત્રણ વર્ષનો સૌથી નીચો ભાવ છે.
રાજકોટમાં મહિલા કૉન્સ્ટેબલની આત્મહત્યા, ઘર કંકાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી
રાજકોટમાંથી વધુ એક પોલીસ કર્મીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે મહિલા કૉન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. માહિતી પ્રમાણે, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કૉન્સ્ટેબલ, જેનું નામ હરસિદ્ધિબેન ભારડીયા છે, જેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. 8 સપ્ટેમ્બરના દિવસે મહિલા કૉન્સ્ટેબલે ઝેરી પાવડર ખાઇને આત્મહત્યા કરી હતી, જે પછી તેને સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લવાઇ હતી, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મહિલા કૉન્સ્ટેબલનું મોત નીપજ્યુ છે. મહિલા કૉન્સ્ટેબલના નિધનને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, પતિ કોઇ કામ ધંધો ના કરતો હોવાથી વારંવાર મહિલા કૉન્સ્ટેબલના ઘરમાં ઘરકંકાસ થતો રહેતો હતો.