Gujarat Local Elections Results 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની ભાજપની ભવ્ય જીત થઈ છે.  રાજકોટ મનપાની 72 માંથી ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકામાં 7 બેઠકો પર જીત મળી છે.  2021 કરતાં ભાજપને ત્રણ બેઠકો ઓછી મળી છે. 

રાજકોટ વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત 

અર્જુન ચૌહાણઇબ્રાહિમ સોરાદિપ્તીબેન સોલંકીરસીલાબેન ગરૈયા 

રાજકોટ વોર્ડ નંબર 15માં મોટો અપસેટ સર્જાયો હતો. અહીં કૉંગ્રેસના વશરામ સાગઠીયાની હાર થઈ છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસના ત્રણ ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક ઉમેદવારની હાર થઈ છે. 

RJ આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો

રાજકોટમાં જાણીતા RJ આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો. તેઓ વોર્ડ નં 10ના કોંગ્રેસના ઉમેદવાર હતા. અહીં ભાજપની પેનલની જીત થઈ છે.  RJ આભા દેસાઇએ ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. 

આ પણ વાંચો-Gujarat Local Elections Results: કેશોદ તાલુકામાં આ બેઠક પર ભાજપ-આપ વચ્ચે ટાઈ, ચિઠ્ઠી ઉછાળતા આ ઉમેદવાર વિજેતા 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા

નગરપાલિકાની સ્થિતિ: રાજ્યની 84 નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા 1676 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે.

જિલ્લા પંચાયતની સ્થિતિ: 34 જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળ્યો છે. ભાજપે અહીં 701 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, તો તેની સામે કોંગ્રેસને ફક્ત 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

તાલુકા પંચાયતની સ્થિતિ: 260 તાલુકા પંચાયતોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમળ જ ખીલ્યું છે. અહીં ભાજપે જંગી બહુમતી સાથે 2943 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 769 બેઠકો આવી છે.

અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની જીત

બપોર સુધીના ટ્રેન્‍ડ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ભાજપનો ભગવો લહેરાયો છે.  કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્‍થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ભાજપ કબ્જે કરવામાં ફરી સફળ થયું છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.