શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચે તે પહેલા જ પાટીદાર અગ્રણી અને એડવોકેટ પુરૂષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચીને બે અરજી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ આગમન પહેલાં જ વિવાદ શરૂ.
  • પાટીદાર અગ્રણીએ દિવ્ય દરબાર બંધ કરવા અરજી દાખલ કરી.
  • તેમણે ચમત્કાર પર્દાફાશ માટે પોલીસ સુરક્ષાની માંગ પણ કરી.
  • શાસ્ત્રીએ વિરોધીઓના પડકાર સ્વીકારી દરબારમાં આવવા બોલાવ્યા.

Rajkot: રાજકોટમાં આજથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચે તે પહેલા જ પાટીદાર અગ્રણી અને એડવોકેટ પુરૂષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચીને બે અરજી કરી છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે એ જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જવા માટે પોતાને પણ પોલીસ સુરક્ષા આપવામાં આવે તેવી પુરૂષોત્તમ પીપળીયાએ માંગ કરી હતી. પુરૂષોત્તમ પીપળીયાનું સ્પષ્ટ કહેવું છે કે તેમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી પરંતુ કથાના બહાના હેઠળ યોજાનારા દિવ્ય દરબારનો તેઓ વિરોધ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. કથાના આયોજકોના જણાવ્યા મુજબ, આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે.

2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થઈ રહ્યું છે. આ પહેલાં જ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં છે અને બે અરજી કરી છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું છે

નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે.

પાટીદાર અને સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ બાબાને ચેલેન્જ ફેંકી છે.સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. દિવ્ય દરબાર પહેલા રાજકોટમાં કળશ યાત્રા યોજાશે. ઇંધણની અછત ના પગલે બાબાના કાફલા સાથે ઇલેક્ટ્રિક કાર જ રહેશે. રાજકોટના અલગ અલગ 12 ઝોનમાં કળશ યાત્રાનું પણ આયોજન કરાયું છે. બાબાના વિરોધીઓને દિવ્ય દરબારમાં આવવા માટે સનાતન ધર્મ સમિતિએ આમંત્રણ આપ્યું છે. બાબાના વિરોધીઓ પણ દિવ્ય દરબારમાં આવી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પણ ચેલેન્જ સ્વીકારવામાં આવી છે. દિવ્ય દરબારમાં વિરોધીઓને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે નહીં તેની જવાબદારી સમિતિની રહેશે. ઉલ્લેખનીય છે કે બાબા રાજકોટ આવે તે પહેલાં ભારે વિવાદ થઈ ચૂક્યો છે.

Frequently Asked Questions

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ક્યાં અને ક્યારે યોજાઈ રહ્યો છે?

રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબાર રેસકોર્સ મેદાન ખાતે 5, 6 અને 7 જૂનના રોજ યોજાશે. આયોજન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સામે કયા પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે?

પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ દિવ્ય દરબાર બંધ કરવા પોલીસ અરજી કરી છે. સોશિયલ મીડિયા પર બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી છે.

વિરોધ કરનારાઓ માટે ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકોનો શું સંદેશ છે?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ પડકારો સ્વીકાર્યા છે અને વિરોધીઓને દિવ્ય દરબારમાં આવવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. સમિતિએ તેમને કોઈ નુકસાન ન પહોંચાડવાની ખાતરી આપી છે.

આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય હેતુ શું છે?

આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget