નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યા હતા.
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
harsh sanghvi naresh patel meeting: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મુલાકાતને માત્ર સામાજિક ગણાવી; ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું- 'આ કોઈ રાજકીય મુલાકાત નથી'.

harsh sanghvi naresh patel meeting: રાજકોટમાં સાંઢિયા પુલના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધા જ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને અગ્રણીઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી બંધબારણે ખાસ બેઠક યોજાઈ હતી. આગામી વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલાં અચાનક થયેલી આ મુલાકાતને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જોકે, આ મુલાકાતને લઈને શરૂ થયેલી રાજકીય અટકળો પર નરેશ પટેલે પૂર્ણવિરામ મુક્યો છે. તેમણે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માત્ર ચા-પાણી પીવા માટે જ તેમના ઘરે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન માત્ર સામાજિક બાબતો અંગે જ ચર્ચાઓ થઈ છે અને તે સિવાય કોઈ પણ પ્રકારની રાજકીય કે અન્ય ચર્ચા કરવામાં આવી નથી.
આ સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ પોતાની પ્રતિક્રિયા આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લેવાની પહેલેથી જ ઈચ્છા હતી, જેના કારણે તેઓ તેમને મળવા અહીં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ આ મુલાકાતને કોઈ પણ રીતે રાજકીય દૃષ્ટિકોણથી જોતા નથી, આ માત્ર એક ઔપચારિક અને સામાજિક મુલાકાત જ હતી.
ભાવનગરમાં જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુલાકાતનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
ગુજરાતના રાજકારણમાં ક્યારે શું થઈ જાય તે કહેવું ઘણું મુશ્કેલ છે. તાજેતરમાં જ ભાવનગરથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે ગુજરાતના સ્થાનિક રાજકારણમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. આ વીડિયોમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જીતુ વાઘાણી કોંગ્રેસના નેતાઓ સાથે બંધ બારણે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. આ મુલાકાતનો વીડિયો વાયરલ થતાં જ અનેક રાજકીય અટકળોને પાંખો મળી ગઈ છે.
વાત જાણે એમ છે કે, ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષની ચૂંટણીલક્ષી 'સેન્સ' લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ જ સમયે સર્કિટ હાઉસના રૂમ નંબર 10 માં કંઈક એવું બન્યું જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. અહીં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે અચાનક જ એક બેઠક યોજાઈ ગઈ.
Frequently Asked Questions
હર્ષ સંઘવી અને નરેશ પટેલની મુલાકાત ક્યાં થઈ હતી?
હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે કેટલી મિનિટની બેઠક યોજાઈ હતી?
રાજકોટમાં બંને અગ્રણીઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી બંધબારણે ખાસ બેઠક યોજાઈ હતી.
નરેશ પટેલે હર્ષ સંઘવી સાથેની મુલાકાતને લઈને શું સ્પષ્ટતા કરી?
તેમણે જણાવ્યું કે હર્ષ સંઘવી માત્ર ચા-પાણી પીવા આવ્યા હતા અને આ મુલાકાત દરમિયાન માત્ર સામાજિક બાબતો અંગે જ ચર્ચા થઈ હતી. કોઈ રાજકીય ચર્ચા થઈ ન હતી.
ભાવનગરમાં કયા નેતાઓની બંધ બારણે મુલાકાતનો વીડિયો વાયરલ થયો?
ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બંધ બારણે મુલાકાતનો વીડિયો વાયરલ થયો હતો.






















