Heavy rainfall Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે મેઘરાજાએ જમાવટ બોલાવી છે. વહેલી સવારથી જ બંને જિલ્લામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. લાલપુર, ભાણવડ અને જામખંભાળિયા તાલુકામાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો છે.


દ્વારકા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયો છે. ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં ઘણા ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે.


વિગતવાર:



  • ખંભાળિયા તાલુકો:


    • ભટ ગામ અને ખોખરીમાં ભારે વરસાદ

    • કોલવા, વિંજલપર સહિતના ગામોમાં પણ સારો વરસાદ


  • ભાણવડ તાલુકો:


    • હાથલા, રોજીવડા સહિતના ગામોમાં સારો વરસાદ


  • જામ ખંભાળીયા:


    • ઠાકર શેરડીમાં પવન સાથે ભારે વરસાદ



આ વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ  છે. તો કેટલાક ગામડાઓમાં વીજળી ગુલ છે. નદી નાળા છલકાઈ શકે છે અને ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે.


Gujarat Rain Data: ગુજરાતમાં આખરે ચોમાસું (Monsoon) જામ્યું છે અને રવિવારથી રાજ્યભરમાં વરસાદ (Rain) શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ (Gujarat Rain) નોંધાયો છે.


છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ



  • 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ

  • 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ

  • 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ