રાજકોટના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, જેતપુરના નવાગઢના યુવકે મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો હતો. જેતપુરના નવાગઢનો હિંદુ યુવક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુ-ટ્યુબ અને વેબસાઇટના માધ્યમથી યુવકનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું હતું. યુવક છેલ્લા 6 મહિનાથી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે.
યુવકે પોતાનું હિન્દુ નામ બદલી શેખ મોહમ્મદ અલસમી રાખ્યું હતું. એટલું જ નહી યુવક જેતપુરની મસ્જિદમાં પાંચ વખત નમાજ અદા કરવા જાય છે. યુવકના પરિવારજનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે યુવકના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.
'ભાજપના ધારાસભ્ય ગુમ છે' - પહેલા જ વરસાદમાં રૉડ-રસ્તાં તુટી જતાં સ્થાનિકોએ પૉસ્ટરો લગાવીને કર્યો ધારાસભ્યનો વિરોધ
રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યુ છે, પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે, ઠેર ઠેર રૉડ અને રસ્તાંઓ તુટી ગયા છે, અને આ મુદ્દે ઠેર ઠેર વિવાદો અને વિરોધ પણ શરૂ થઇ ગયા છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, અહીં ધોરાજીમાં ભાજપના ધારાસભ્ય વિરુ્દ્ધ જોરદાર પૉસ્ટર વિરોધ ઉઠ્યો છે.
માહિતી એવી છે કે, રાજકોટમાં ધોરાજી વિસ્તારના ધારાસભ્ય વિરુદ્ધ લોકોએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. ધોરાજીમાં ધારાસભ્ય ગુમ થયાના પૉસ્ટરો લાગ્યા છે. ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા છેલ્લા ઘણા સમયથી ગુમ છે ના પૉસ્ટરો સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજીના રસ્તા પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, આવા તુટેલા રૉડ રસ્તાને લઇને શહેરીજનોએ આવા પૉસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ખોબલે ખોબલે મત આપ્યા બાદ ગાયબ થઇ ગયેલા ધારાસભ્ય પાડલીયાને પ્રજા શોધી રહી છે એવો પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના કેટલાય વિસ્તારોમાં આવા પૉસ્ટર લગાવીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને બિસ્માર રૉડ રસ્તાંથી પડી રહેલી તકલીફોનો આ પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન આ શહેરોને અપાયું યલો એલર્ટ
હવામાન વિભાગે આપેલા સંકેત મુજબ આગામી 24 કલાક રાજકોટ જિલ્લા માટે પણ ભારે છે અહીં સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનો અનુમાન છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial