Rajkot: રાજકોટમાં લાગેલા હોડિંગ્સના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં અલગ અલગ રસ્તાઓ પર હોડિંગ્સ લાગ્યા હતા. આ હોડિંગ્સ નિલ સિટીમાં આવેલા ગ્રીનવુડ પ્રોજેક્ટના છે જેમાં લખવામાં આવ્યું છે કે ,સર્વજ્ઞાતિ આવકાર્ય છે’. આ પ્રકારના હોડિંગ્સ લગાવવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ હતી.


વાસ્તવમાં આ પ્રોજેક્ટ કોગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો છે. આ પ્રોજેક્ટના કેટલાક હોડિંગ્સ શહેરના અનેક રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ જ્ઞાતિના લોકો આવકાર્ય છે તેવું લખવામાં આવ્યું હતું. એવી પણ ચર્ચા છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં અમુક બિલ્ડરો અમુક જ્ઞાતિને ફ્લેટ કે મકાન આપતા નથી.




આ પ્રોજેકટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેમણે કહ્યુ હતું કે દરેક બિલ્ડરોએ દરેક જ્ઞાતિના લોકોને ફ્લેટ કે મકાન આપવા જોઈએ. દરેક જ્ઞાતિમાં મોટા ભાગના લોકો સારા હોય છે. દરેક જ્ઞાતિના લોકો ખરાબ હોતા નથી. મારા નિર્ણયની સામાજિક ચર્ચાઓ થાય તો તે સારુ છે. હું રાજકારણમાં પણ જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી. એવી જ રીતે બિઝનેસમાં પણ હું જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી.


નોંધનીય છે કે રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી સપ્ટેમ્બરમાં આ ઓવરબ્રિજના લોકાર્પણની શક્યતાઓ છે. 


રિપોર્ટ પ્રમાણે, રાજકોટ-જામનગર હાઇવેને જોડાતો આ ઓવરબ્રિજ લગભગ 60 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે, અને આ રાજકોટના માધાપર ચોકમાં બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજને ખુલ્લો મુક્યા બાદ 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. ઓવરબ્રિજના લોકાર્પણ બાદ માધાપર ચોક ખાતે મોરબી હાઇવે જોડતા રિંગરોડ પર પણ બીજો એક મોટો બ્રિજ બનશે. તાજેતરમાં 129 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ એક નવો ઓવરબ્રિજ લોકાર્પણ થવાની શક્યતા છે.