રાજકોટ: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતના રાજકારણ ગરમાવો આવ્યો છે. રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાને ટીકિટ આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લાગ્યા છે.



પરેશ ગજેરાનાં સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં 50 જેટલા બેનરો લાગ્યા છે. જેમાં એવું પણ લખ્યું છે કે, રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટીકિટ આપવાથી પક્ષને ફાયદો થશે.



પરેશ ગજેરા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, આ પોસ્ટરો જેને લગાવ્યાં છે, જેને ઈચ્છા છે કે હું રાજકારણમાં આવું તેમને આવા પોસ્ટરો લગાવ્યાં છે. આ પોસ્ટરો અંગે મને આજે સવારે જ ખબર પડી. જેમને પણ આ પોસ્ટરો લગાવ્યા છે તેમનો હું આભાર માનું છું.



મારી હાલ નજીકનાં ભવિષ્યમાં ચૂંટણી લડવાની ઈચ્છા નથી. આમ છતાં જો કોઈપણ રાજકીય પાર્ટીની ઓફર આવશે તો હું આ બધાં ગ્રુપ છે મારા હિતેચ્છુઓ છે સમાજનાં અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને હું અંતિમ નિર્ણય લઈશ.