Gujarat Election 2022: રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. આ દરમિયાન કોંગી નેતા ઈન્દ્રનીલ રાજયગુરુનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં સ્ટેજ પર સૌરાષ્ટ્ર કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની માફી માગી હતી. તેમણે કહ્યું કે, હું ખોટી જગ્યાએ ભટકી ગયો હતો.  લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી. વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો ત્યાં જઈ ખબર પડી કે, વો કટ્ટર ઈમાનદાર નહિ હૈ, વો કટ્ટર ભ્રષ્ટાચારી હૈ. વો કટ્ટર દેશ ભક્ત નહી હૈ, વો દેશ વિરોધી હૈ. આ પ્રસંગે સ્ટેજ પર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, રઘુ શર્મા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા.


 






રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટના અંગે આપ્યું નિવેદન


રાહુલ ગાંધીએ કહ્યું કે, મને દુઃખ છે યાત્રા ગુજરાતથી ન નીકળી શકી. મોરબી ઘટના મામલે રાહુલ ગાધી કહ્યું કે, આ રાજનૈતિક મુદો નથી. જે લોકો દોષિતો તેના પર કોઈ કાર્યવાહી નથી થઈ. ભાજપ સાથે સારા સંબંધો એટલે કોઈ કાર્યવાહી ન થઈ. ચોકીદારોને પકડી લીધા. એમ.એસ.ઇ ઉદ્યોગને લઈને સરકાર પર પ્રહારો કર્યા. દેશનો દરેક મજદૂર બે હજાર કિલમીટર ચાલ્યો હતો. સરકારે ત્યારે આ મજદુરોનો મદદ ન કરી. મોંઘવારીને લઈેન રાહુલ ગાધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. અમારે એક જ હિન્દુસ્તાન જોઈએ બે હિન્દુસ્તાન નથી જોઈતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલને પણ રાહુલ ગાંધીએ યાદ કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમે ચાલીએ છીએ બોલતા નથી. દરરોજ આઠ કલાક ચાલીએ છીએ. દરરોજ મજૂરો અને ખેડૂતો સાથે વાત કરુ છું.


આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.  સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. બાદમાં તેઓ બેસી ગયા હતા.  રાહુલ ગાંધીએ કહ્યું,  અનંત પટેલ લોકોના અધિકાર માટે લડી રહ્યા છે. 


રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.  જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી.  આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે


રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે.  હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.