રાજકોટઃ બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને યુવકે કરી લીધો આપઘાત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2020 09:28 PM (IST)
યુવક ઉપરના માળેથી સીડી ઉતરીને આવે છે અને સામે 12માં માળની ગેલેરીની સેફ્ટી વોલ પર ચડી જાય છે અને પછી ત્યાંથી ઝંપલાવી દે છે.
રાજકોટ: શહેરમાં આવેલી એક બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. THE SPIRE નામની બિલ્ડીંગ પરથી કૂદકો મારી યુવાને આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ પરથી કૂદકો મારતા સમયના લાઈવ દ્રષ્યો સામે આવ્યા છે. 108 અને રાજકોટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક ઉપરના માળેથી સીડી ઉતરીને આવે છે અને સામે 12માં માળની ગેલેરીની સેફ્ટી વોલ પર ચડી જાય છે અને પછી ત્યાંથી ઝંપલાવી દે છે. યુવકનું 12માં માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયું છે. યુવકનું નામ ભાવિક પાંજલિયા હોવાનું સામે આવ્યું છે. ભાવિકના પિતા LIC માં નોકરી કરે છે. ભાવિકની માનસિક રોગની દવા ચાલે છે. પિતા જામનગર ગયા હોવાથી પોતાના હનુમાન મઢી ચોક નજીક આવેલા ઘરેથી બાઇક લઇને નિકળી ગયા બાદ કૂદકો લગાવીને આત્મહત્યા કરી હતી.