શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી

Rajkot News: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે લક્ષ્મીનગર વિસ્તારમાં પણ તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Rajkot News: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે લક્ષ્મીનગર વિસ્તારમાં પણ તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી આશરે પાંચ એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરી તેને ખુલ્લી કરવામાં આવશે.

રેલવે વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલા 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રેલવે પોલીસ, માલવિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા જંગલેશ્વરમાં થઈ હતી ડિમોલેશનની કાર્યવાહી

આજી નદીના કિનારે ઉપરાંત ટી.પી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કુલ 87 હજાર ચોરસ મીટરમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવાની પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ સાત ઝોનમાં વહેંચીને અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની હાજરીમાં આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.  સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં એક હજાર 26 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે. 25 જેટલા ડ્રોન કેમેરાથી મેગા ડિમોલિશનની કામગીરી પર સતત નજર રાખવામાં આવી હતી.  મેગા ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાએ વિશેષ કંન્ટ્રોલરૂમ પણ શરૂ કર્યો હતો. જ્યાંથી  મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. દબાણો હટાવવા માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર, 260થી વધુ મશીન અને એક હજાર 450 જેટલા શ્રમિકોની મદદ લેવામાં આવી હતી.  બહુમાળી ઈમારતોને પણ ધરાશાયી કરવામાં આવી હતી. સરકારી જગ્યામાં અંદાજિત 400થી 500 વારમાં ત્રણ માળના કારખાનાને પણ તોડી પાડવામાં આવ્યા. એટલુ જ નહીં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુરઘા ગેંગના સાગરિતોના મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

નોંધનિય છે કે, આજી નદી વિસ્તારમાં દબાણો દૂર થતાં ચોમાસામાં પાણીના પ્રવાહને નીકળવામાં અવરોધ નહી થાય. પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ડીમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરવામાં આવી હતી. નવા બનતા 3000 આવાસમાં પ્રથમ પ્રાયોરિટી જંગલેશ્વરના અસરગ્રસ્તોને આપવામાં આવશે. દબાણો દૂર કરી 87000 ચોરસ મીટર સરકારી જગ્યા દૂર કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઈમ દ્વારા બંદોબસ્તને લઈને માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
અમરેલીમાં ખરાખરીનો ખેલ: એક જ રસોડું, પણ રણમેદાન જુદા! અમરેલીમાં ભાજપના જેઠાણી સામે કોંગ્રેસના દેરાણીનો જંગ
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી
યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
હોર્મુઝ સ્ટ્રેટને કારણે ચિંતા વધીઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, શું ભાવ હજુ વધશે? જાણો સંપૂર્ણ વિગત
હોર્મુઝ સ્ટ્રેટને કારણે ચિંતા વધીઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, શું ભાવ હજુ વધશે? જાણો સંપૂર્ણ વિગત
સુરત હવાલાકાંડ: ‘પનીરનો વેપારી’ બની AAP નેતા મોકલતો લાખો રૂપિયા, આંગડીયા પેઢીનો મોટો ખુલાસો
સુરત હવાલાકાંડ: ‘પનીરનો વેપારી’ બની AAP નેતા મોકલતો લાખો રૂપિયા, આંગડીયા પેઢીનો મોટો ખુલાસો
રોહિત શર્મા કેમ નથી રમી રહ્યો? ઈજા કેટલી ગંભીર? વાપસીને લઈ મુંબઈ ઈન્ડિયન્સે શું આપ્યું અપડેટ?
રોહિત શર્મા કેમ નથી રમી રહ્યો? ઈજા કેટલી ગંભીર? વાપસીને લઈ મુંબઈ ઈન્ડિયન્સે શું આપ્યું અપડેટ?
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
Embed widget