રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકીય પ્રવેશ મુદ્દે મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પક્ષમાં જોડાઈ શકે છે. એ એમનો વ્યક્તિગત નિણર્ય રહેશે. હું ભાજપનો નાનો કાર્યકર્તા છું એ બાબતે બોલવા નાનો પડું. પ્રદેશ કક્ષાએથી નિણર્ય લેવાતા હોય છે.


રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલે હજુ થોડા દિવસ પહેલા જ નિવેદન આપ્યું હતું. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે આ નિવેદન પત્રકાર પરીષદમાં આપ્યું હતું. ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ સમયે આ નિવેદન આપ્યું હતું. 


ખોડલધામ ખાતે સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કહ્યું હતું કે, જે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજદિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017 ની નરેશભાઈ પટેલે વાત કરી. 2017 થી આજ સુધી ખોડલધામએ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાંચ વર્ષ દરમીયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણના કાર્ય થયા.


ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 


તેમમે કહ્યું કે, વાત લાંબી થશે. દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક.... લિમ્કા બુક.... ગોલ્ડન બુક... વગેરે મળ્યા છે. 2017 થી નક્કી કરીય કે 7 દિસથી થી મૂર્તિ આવી હતી. સવારે 4 વાગ્યે રાજકોટ થી પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્તાવિત કરવી હતી. લાખો ટુ વહીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા.  ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત નરેશ પટેલે કરી. રાજકોટથી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે.. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી. લોકોએ સામાજિક પ્રસન્નગો સાદાઈથી ઉજવણી કરવી જોઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું.