મોરબીઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મહત્વનો ગણાતો મોરબી-કચ્છ હાઈ-વે પાણી પાણી થઈ ગયો હતો. હાઈ-વે પર મચ્છુ નદીના પાણી ફરી વળતા મોરબીથી કચ્છનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે, વરસાદે વિરામ લેતા હાઈવે પરથી પાણી ઓસરી ગયા છે. જેને કારણે ફરીથી વાહન વ્યવહાર શરૂ થયો છે. જોકે, વાહનવ્યવહાર ધીમી ગતિએ શરૂ થયો છે. હજુ હાઈ-વે પર 4 કિ.મી. લાંબી વાહનોની લાઇનો લાગેલી છે.

ગઈ કાલે હાઈવે પર પાણી ભરાતા કાર પણ ફસાઇ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ દોડી આવ્યા હતા. મોડી રાત્રીના પાણી ઓસરતા હાઈવે ફરી શરુ થયો હતો. આજે પાણી ઓસરતા હાઈવે પર ખાડાઓ જોવા મળ્યા હતા.