Rajkot News: વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિને શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. પિતૃ પક્ષ સમાપ્ત થતાં જ  નવરાત્રિ શરૂ થશે. જોકે આ પહેલા  રાજકોટમાં હિન્દુવાદી સંગઠનો મેદાનમાં આવ્યા છે. અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અર્વાચીન રાતોત્સવમાં જે ખેલૈયાઓ આવે તેમના આધાર કાર્ડ લઈને પાસ ઈશ્યુ કરવામાં આવે, પાસની અંદર આખું નામ સ્પષ્ટ લખવામાં આવે, અત્યાર સુધી માત્ર નંબર આપીને ઈશ્યુ કરવામાં આવતા હતા પરંતુ હવે પૂરેપૂરું નામ લખવામાં આવે જેથી સાથે રમતા ખેલૈયાઓને ખબર પડે કે તેઓ કોની સાથે રમે છે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામું પ્રસિદ્ધ ન કરે તો આયોજકોએ પોતે આ રીતે આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.


નવરાત્રિમાં લવિંગના ચમત્કારી ઉપાય અજમાવો


નવરાત્રિના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેમાંથી લવિંગ સંબંધિત કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  એક નાનું લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેમાં જ્યોતિષીય ઉપાય પણ છે. નવરાત્રિ દરમિયાન લવિંગ સંબંધિત આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન લવિંગ સાથે જોડાયેલા આ ઉપાયો વિશે.




રાહુ-કેતુના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુ-કેતુની ખરાબ અસર લવિંગના ઉપાયથી ઓછી કરી શકાય છે. નવરાત્રિ દરમિયાન દરરોજ લવિંગનું દાન કરવું જોઈએ. આ સિવાય નવરાત્રિ દરમિયાન દરરોજ શિવલિંગ પર એક જોડી લવિંગ ચઢાવો. આમ કરવાથી રાહુ અને કેતુની અશુભ અસર તમારી કુંડળીમાંથી દૂર થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે.









ઘણી મહેનત કર્યા પછી પણ જો તમારું કોઈ કામ પૂરું ન થાય અથવા તમને સફળતા ન મળે તો નવરાત્રિ દરમિયાન હનુમાનજીની મૂર્તિની સામે  તેલનો દીવો પ્રગટાવો. આ દીવામાં બે લવિંગ નાખો. આ પછી હનુમાન અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આ ટ્રીકથી તમામ વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થાય છે.              


જો ઘરમાં આર્થિક સંકટ હોય તો પૂજામાં માતા રાનીને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પણ કરો. આ સિવાય 5 લવિંગ અને 5 કોડીને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા અલમારીમાં રાખો. આવું કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.