Rajkot NEWS:વાલીઓને ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી શહેરની 25થી વધુ સ્કૂલોને નોટિસ, જાણો અપડેટ્સ
Rajkot NEWS: રાજકોટ શહેરની આ 10 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. NSUIએ તમામ ખાનગી શાળાના દબાણના પુરાવા આપ્યાં બાદ આ એકશન લેવામાં આવ્યું હતું.

Rajkot NEWS: છેલ્લા કેટલાક સમયથી મનમાની કરતી રાજકોટની 10 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. આ શાળા કોઇ ચોક્કસ દુકાન કે મોલથી યુનિફોર્મ વગેરેની વસ્તુઓ ખરીદવાનું વાલીઓને દબાળ કરતી હોવાની ફરિયાગ ઉઠી હતી. NSUIએ તમામ ખાનગી શાળાના દબાણના પુરાવા પણ DEOને આપ્યાં હતા. જેના પગલે DEOએ રાજકોટની દસ શાળાને નોટિસ ફટકારી છે. આ દસેય શાળા અમુક ચોક્કસ દુકાનથી જ વસ્તુ ખરીદીનો આગ્રહ રાખતી હતી. નોટિસ ફટકારી છે.
રાજકોટની આ 10 શાળામાં રાજકોટની ભરાડ, મોદી સ્કૂલ,મહાત્મા ગાંધી સ્કૂલ નિર્મલા, તપન સ્કૂલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, આ ફેમસ શાળાઓ રાજકોટમાં નાના મવા રોડ પર બનેલા મૉલ પરતી ખરીદી કરવાનું વાલી પર દબાણ કરતી હતી. મહત્વની વાત એ પણ છે કે, આ મોલ પણ શિક્ષણ જગતના મોટા માથાઓએ બનાવ્યો છે. મોલમાં યુનિફોર્મથી માંડીને બધી જ વસ્તુઓ મળી જાય છે આ ચોક્કસ મોલમાંથી ચીજ વસ્તુ જ ખરીદવા શાળા પરોક્ષ રીતે દબાણ કરતી હોવાનો મામલા અવારનાવર સામે આવે છે.
તો બીજી તરફ આ મામલે બચાવ કરતા ખાનગી શાળાના સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ આ દરેક આરોપને નકાર્યા છે અને તેમણે જણાવ્યું કે, બિઝનેસ કરવાનો બધાને અધિકાર છે આ મોલમાં બધુ વસ્તુ મળી જતી હોવાથી વિદ્યાર્થીની સુવિધા માટેએ મોલનું સૂચન માત્ર કરવામાં આવે છે. કોઇ ચોક્કસ મોલ કે દુકાનમાંથી ખરીદી માટે વાલીને ક્યારે દબાણ કરાતો નથી. એજ્યુકેશન મોલમાં પાર્ટનરશીપ અંગે ડી.વી. મહેતાએ ગોળ ગોળ જવાબ આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે,દરેક સ્કૂલની પોતાની પેટર્ન અલગ- અલગ હોય છે.
સમગ્ર ધટના પ્રકાશમાં આવ્યાં બાદ DEO દિક્ષીત પટેલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “આવી 10 નહિ પરંતુ 25થી વધુ સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. નોટિસ બાદ શાળા જે ખુલાસા આપી રહી છે તેનો પણ અભ્યાસ થઇ રહ્યો છે. માત્ર ચોક્કસ દુકાનથી ખરીદી માટે નહિ પરંતુ ફાયર સેફ્ટીના નિયમોને લઇને પણ શાળાને નોટીસ ફટકારાય છે. DEOની ટીમ માત્ર એક જ મુદ્દાને ધ્યાને લઈ ચેકિંગ નથી કરતું.





















