વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના હોસ્પિટલ સારવાર માટે રાખવામાં આવ્યા હતા. આજે સ્વસ્થ થતા રજા આપવમાં આવી છે. હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે વૃધ્ધાને તાલીઓ પાડી પ્રોત્સાહન પૂરું પાડ્યું અને અભિનંદન પાઠવ્યા. નોંદનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક કેસ એક્ટિવ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.