રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. નરેશ પટેલની પત્રકાર પરીષદમાં ત્રણ ટ્રસ્ટના  ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. નરેશ પટેલે પત્રકાર પરીષદમાં રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી હતી. યુવાનો અને બહેનો ઇચ્છે છે કે, હું રાજકારણમાં આવું. આજથી ખોડલધામ પોલીટિકલ એકેડમીની તેમણે જાહેરાત કરી હતી. વડીલોની ચિંતા યોગ્ય લાગી. 


નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો.  રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો.  હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ..


નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસમાં આવ્યા હોત ફાયદો થાત. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. 


મહેસાણાઃ મહેસાણા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પ્રમુખ ભગત પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રિરંગા યાત્રા પહેલા બેનર લગાવા મુદ્દે  મનીષ બ્રહ્મભટ્ટને ધમકી આપવાં અને માર મારવા મુદ્દે ફરિયાદ નોધાઇ હતી, જે કેસમાં ભગત પટેલની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. 


Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. 26મી જૂનના રોજ કેજરીવાલ ગુજરાત આવશે અને ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. નોંધનિય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીને લઈને મેદાનમાં ઉતરશે.



ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને જીવના જોખમ બાદ અપાઈ સુરક્ષા ?
Bharatsinh Solanki:  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. થોડા દિવસો પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફન્સમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર ભરત સોલંકીને સુરક્ષા આપવામાં આવી હતી. આણંદ પોલીસે એક કમાન્ડોની સુરક્ષા આપી હતી.