રાજકોટઃ તાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલે બોધપાઠ લીધો છે. હવે રાજકોટ સહિત પાંચ શહેરોમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. તાઉતે વાવાઝોડામાં 1400 કરોડનું નુકસાન થયું હતું. ત્યારે બીજી વખત આટલી મોટી નુકસાની ન ભોગવવી પડે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ વિક્ષેપની ઘટનાઓ ઘટશે. લોકોને અવિરત વીજ પ્રવાહ મળી શકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના શહેરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 


PGVCLના એમ.ડી ધીમત વ્યાસે મોટું નિવેદન આપ્યું હતું. અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ નાખવામાં આવશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે એક એક ટાઉનમાં વાયરો નાખવાની વિચારણા છે. અંદાજિત 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાયરો અન્ડર ગ્રાઉન્ડ નાખવાથી કોઈપણ શહેરનું બ્યુટીફિકેસન વધશે. સાથે વીજ અકસ્માતો અને શોર્ટસર્કિટ નહિવત થશે. 

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ


સુરતઃ UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે.  સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. 


અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. 


જસદણ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ વૈદું કરતાં પુરુષને યુવતી સાથે શરીરસુખ માણવાની આપી લાલચ ને પછી......


રાજકોટ : જસદણના (Jasdan) દેવપરાના (Devpara) વૃધ્ધ વૈદ્યની હત્યાનો (Murder of Vaidh) ભેદ ઉકેલાઇ ગયો છે અને આ કેસમાં બે મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી લીધી છે.  રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ લૂંટના ઇરાદે વૃધ્ધને શરીર સુખની લાલચમાં ફસાવી હતી. આ પછી બંને મહિલાઓએ કાવતરૂ રચી સાગરિતો સાથે મળી વૃધ્ધનું ઢિમ ઢાળી દીધું હતું અને લૂંટ ચલાવી હતી.


ગત 30મી જૂને  મોડી રાત્રે  જસદણના દેવપરા ગામે વાડીના મકાનમાં રહેતા અને દાઝેલા લોકોને મલમ આપતા વૃદ્ધ માવજીભાઇ વાસાણીની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. એકલા રહેતા વૃદ્ધની હત્યામાં સ્ત્રી પાત્ર હોવાની પોલીસને શંકા હતી. આ દિશામાં તપાસ કરતાં પોલીસને સફળતા મળી હતી. વૃધ્ધની હત્યાના મુખ્ય સૂત્રધાર પુજા ઉર્ફે પુજલી સોલંકી તથા રાજલબેન ઉર્ફે રાજીબેન ડોડીયા હોવાનું જાણવા મળ્યું હતું.



આ ઉપરાંત હત્યામાં રાજલના પતિ હિતેશ ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઇ ડોડીયા, આનંદસીંગ સાયરકુમાર કોટવાલ, વિકાસ મદનલાલ સ્વામી, નિતેષ મહેશભાઇ જાંગીડ તથા સંદિપ જગદીશભાઇ પ્રસનીયા પણ સંડોવાયેલા હતા. પોલીસે આ હત્યા કેસમાં તમામને રોકડા રૂ. 1.67 લાખ, સોનાના દાગીના કિં. 92000.ચાંદીના દાગીના કિં. 2.35 લાખ, મોબાઇલ ફોન નં. 8, રાઉટર, એક રીક્ષા, એકસેસ બાકી તથા હત્યામાં વપરાયેલ હથિયાર મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.મ


પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક માવજીભાઇ દાજેલા લોકોને મલમ લગાવી નિઃશુલ્ક સારવાર કરતા હતા. તેમજ પોતે એકલવાયું જીવન જીવતા હતા. આરોપી રાજલ ઉર્ફે રાજી ડોડીયા તેમની પાસે સારવાર માટે જતી હતી. આ રાજલે સાગરીતો સાથે મળી કુલ 8 લોકોએ એકલતા નો લાભ લહી લૂંટ અને હત્યા માટે પ્લાન ઘડ્યો હતો. તેમજ આ કાવતરામાં પૂજા ઉર્ફે પુજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


માસ્ટર માઇન્ડ પુજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી જાતે દેવીપુજક તથા રાજલબેન ઉર્ફે રાજીબેને આ જગ્યાની રેકી કરી હતી. જેમાં મરણજનાર પૈસા પાત્ર હોય અને સોના, ચાંદીના દાગીના હોવાની વિગતો મળી હતી. જેથી તેમણે શરીરસુખનું પ્રલોભન આપી બંને સ્ત્રી આરોપીઓએ મૃતકને લુંટી લેવાનું કાવતરું ઘડી તેને અંજામ આપ્યો હતો. 


મોડી રાત્રે  મરણજનાર સુઇ જતા આ કામના આરોપીઓ દ્વારા મૃતકના મકાનમાં ધાડ પાડી હતી અને મૃતકને હાથે-પગે દોરડા વડે બાંધી દઇ, શરીરે મુઢ માર મારી તેમજ તેના મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી.