રાજકોટઃ શહેરની એક સગીરા હિરોઇન બનવા ચિઠ્ઠી લખી ઘર છોડીને નીકળી ગઈ હતી. ઘરેથી નીકળેલી સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળી ગઈ હતી. જોકે, પોલીસે વિરમગામમાં તેને ઉતારી લીધી હતી અને તેના પરિવારને સોંપી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, મવડી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા 3 પાનાની ચિઠ્ઠી લખી પોતે હિરોઇન બનવા માંગે છે અને પોતે હવે ટીવીમાં દેખાશે, તેવું લખીને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારને 3 પાનાની એક ચિઠ્ઠી મળી આવતા તેમણે માલવીયાનગર પોલીસ સ્ટાફને જાણ કરી અરજી આપતા પોલીસે તુરંત કાર્યવાહી કરી સગીરાને સહીસલામત તેના પરિવારને સોંપી હતી. 


પોલીસને સગીરા રાજકોટથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલમાં બેસીને મુંબઈ જવા રવાના થઈ હોવાની ચોક્સ બાતતમી મળતાં તેમણે રેલવે અને આરપીએફ પોલીસનો સંપર્ક કરતાં વિરમગામથી મળી આવી હતી. ત્યાંથી રાજકોટ લાવી પરિવારને સોંપી હતી. સગીરાને ટીવી સિરિયલો અને ફિલ્મો જોઇને હિરોઇન બનવાનો શોખ જાગ્યો હતો. તેમજ આ શોખમાં કંઈ જ વિચાર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, પોલીસે સમજાવતાં તેને પોતાની ભૂલ સમજાઇ હતી.


Rajkot : નિરાલી રિસોર્ટમાં લાગેલી આગ મામલે થયો મોટો ધડાકો, દરવાજો ખોલનારે શું આપ્યું મોટું નિવેદન?


રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાક રૂમમાં લાગેલી આગમાં  કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. ત્યારે હવે આ આગ મામલે મોટો ધડાકો થયો છે. રાજકોટના નિરાલી રિસોર્ટમા કામ કરતા કર્મચારીએ કહ્યું, દાઝેલા લોકો દરવાજાને લાત મારતા હતા. દાજેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ આપ્યું નિવેદન.
 
આ આગની ઘટના પછી તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ લાગી કે કોઈએ લગાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.  દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હોવાનું ભોગ બનનારનું રટણ છે. 


આગ લગાડવામાં આવી છે કે કેમ તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. આગ લાગી એ સમયે બહાર દરવાજો કોને બંધ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી. આગ લાગી કે લાગવાઈ FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.