Rajkot News Update: રાજકોટના ઉપલેટામાં ખેડૂતો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો છે. ઉપલેટા-ભાયાવદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ડુંગળીના ટ્રેક્ટર ભરી મફત આપીને નિકાસ પ્રતિબંધ હટાવવા માંગ કરી હતી. ખેડૂતોએ ટ્રેક્ટર ભરી રોડ ઉપર ડુંગળી ફેંકી હતી અને મફત વેચી વિરોધ કર્યો હતો.


છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે, આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઇ છે. દિવસે દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસની 100 ગાડીઓને જ એન્ટ્રી આપવમાં આવશે. માહિતી છે કે, હાલમાં ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી દરરોજ ૧૦૦ ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે. 




ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ઘટતા ડુંગળીના ભાવની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ અંદર અને બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક ડુંગળીની નિકાસને છૂટ આપવાની ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી હતી.  


સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ આજે ફરી ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.  ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.


નાની કુંકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટિસ આપનારા PGVCLના મહિલા કર્મચારીની 100 કિમી દૂર બદલી