Rajkot: રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં એક છોકરો અને છોકરી જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં યુનિવર્સીટી રોડ પર આવેલી રવિરત્ન સોસાયટી નજીક આ ઘટના ઘટી છે, આ ઘટના જોઇને રાહદારીઓનું માથુ શરમથી ઝૂકી ગયુ હતુ. 


માહિતી પ્રમાણે, રાજકોટમાં જાહેર રોડ પર એક યુવક અને યુવતી બિભત્સ ચેનચાળા કરતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. આ ઘટના યુનિવર્સિટી રૉડ પર આવેલી રવિ રત્ન સોસાયટી નજીકની છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહારગામના યુવક યુવતીઓ પીજીમાં અને રૂમ ભાડે રાખીને રહે છે, ખરેખરમાં આ ઘટના ભારતીય સંસ્કૃતિને લાંછન લગાડતી ઘટના કહી શકાય. 


 


આશ્ચર્યમ.... પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર, પોલીસ કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગઇ ને ચોર ભાગી ગયો......


Rajkot: રાજકોટમાંથી ચોરી કસ્ટડીમાંથી ફરાર થયાના ઘટના ઘટી છે, પોલીસ આરોપીને કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગઇ હતી, આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર થયાની વાતથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી જે ચોર ફરાર થઇ ગયો છે, તે લોકોના ઘરમાંથી મોબાઇલ અને રોકડની ચોરીના કેસમાં આરોપી હતી, અને પોલીસની પકડમાં હતો, પરંતુ જ્યારે તેને કોરોના ટેસ્ટ કરવા ગયા ત્યારે તે સમયે ફરાર થઈ ગયો હતો. આરોપીને લોકઅપમાંથી બહાર કાઢતા આરોપી પહેલા માળેથી ત્રીજા માળે જઈ અને ત્રીજા માળેથી પાઇપના સહારે નીચે કૂદકો મારીને ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, આરોપી ત્રિકોણબાગ સુધી ગયો હોવાના સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, આરોપી મૂકબધીર હોવાનો ઢોંગ કરતો હતો, પરંતુ પોલીસે પુછપરછ કરતા પોપટની જેમ બોલવા લાગ્યો હતો.