રાજકોટ: રાજકોટ ના સોનીબજાર વિસ્તાર માં આવેલ પટેલ ઈશ્વરલાલ બેચરદાસ નામની આંગણીયા પેઢી માં છેલ્લા ૧૦ વર્ષથી કામ કરતા પેઢીના મેનેજર હરેશ દવે દ્વારા રૂપિયા ૧ કરોડ ૧૮ લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. મેનેજર હરેશ દવે આશરે દોઢ બે માસ અગાઉ બે દિવસની રજા રાખી બહાર ગયો હતો અને ત્યારબાદ  કામ પર પરત ન ફરતા પેઢીના અન્ય કર્મચારી અને માલિકને શંકા જતા હિસાબ તપાસવામાં આવ્યો હતો જેમાં ૧ કરોડ ને ૧૮ લાખ નો હિસાબનો મેળ થવા પામ્યો ન હતો. જેના આધારે પેઢીએ પોલીસ કમિશ્નર ને લેખિત અરજી આપી હતી. અરજી ના આધારે ગઈ કાલે સાંજના સમયે ક્રાઈમ બ્રાંચ દ્વારા મેનેજર હરેશ દવે વિરુધ આઈપીસી કલમ ૪૦૯ અને ૫૦૪ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ફરિયાદ નાં આધારે ગુન્હો દાખલ કર્યા બાદ આરોપી ને પકડી પાડવા માટે રાજકોટ સહીત અન્ય શહેરમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.