Rajkot: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.




બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું


બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.



ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે બિલાવલ નિષ્ફળ થયેલા દેશના પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયા છે. આતંકી માનસિકતા ધરાવતા લોકો પાસેથી તમે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કદાચ ભુટ્ટો 1971ને ભૂલી ગયા છે.


વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનના 90 હજારથઈ વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદિત નિવેદન આનું પરિણામ છે.બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ. જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.


ભાજપના નગર સેવક સામે પત્નીએ કેમ નોંધાવી ફરિયાદ ?


મહેસાણામાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાના મામલે નગર સેવક સલીમ વ્હોરા સામેઇ ફરિયાદ નોંધાઈ છે. પત્ની સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીએ ટ્રિપલ તલાક આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ,સાસુ,નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.