રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપી પૂજા રાજગોરનું શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે થયેલા કાર અકસ્માતમાં મોત થયું છે.
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે એક સ્કોડા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

- રાજકોટમાં અમિત ખૂંટ કેસના સહઆરોપી પૂજા રાજગોરનું મૃત્યુ થયું.
- શ્રીનાથગઢ-મોવિયા વચ્ચે કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માતમાં મોત નીપજ્યું.
- મૃતક પૂજા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી હતી.
- સાસણથી પરત ફરતી વખતે થયેલા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ.
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપી પૂજા રાજગોરનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે એક સ્કોડા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે, જ્યારે 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સાસણથી મિત્રો સાથે ફરીને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોરનું સ્થળ પર જ મોત થયું હતું. બાળકી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગોંડલ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. મૃતક યુવતી પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી હોવાનું સામે આવ્યું છે. સાસણથી પરત ફરી રહેલા લોકોની કારને અકસ્માત નડ્યો હતો.
કેટલાક મિત્રો સ્કોડા કારમાં સાસણથી પ્રવાસ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે જતી કાર રોડની બાજુમાં આવેલા એક વૃક્ષ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચા ઊડી ગયા હતા. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
મૃતક પૂજા રાજગોર અમિત ખૂંટ આપઘાત કેસમાં બે મહિના જેલમાં રહી ચૂકી છે. તેને 9 મે 2025ના રોજ જેલ હવાલે કરવામાં આવી હતી અને 11 જુલાઈ 2025 જામીન મળ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી મહિલા પૂજા રાજગોર, વકીલ સંજય પંડિત અને વકીલ દિનેશ પાતરની ધરપકડ કરી હતી. આ વકીલોએ સગીરાને અમિત વિરુદ્ધ ખોટી કાયદાકીય પ્રક્રિયા કરવાની તાલીમ આપી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે. એ. ખાચર કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. નોંધનીય છે કે 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
Frequently Asked Questions
રાજકોટમાં થયેલા માર્ગ અકસ્માતમાં કોનું મોત થયું છે?
અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો?
સાસણથી પરત ફરતી વખતે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પૂજા રાજગોરનું સ્થળ પર જ મોત થયું હતું.
પૂજા રાજગોરનો અમિત ખૂંટ આપઘાત કેસ સાથે શું સંબંધ હતો?
પૂજા રાજગોર અમિત ખૂંટ આપઘાત કેસમાં સહઆરોપી હતી. તે આ કેસમાં બે મહિના જેલમાં રહી ચૂકી હતી અને 11 જુલાઈ 2025ના રોજ જામીન પર બહાર આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય કોઈને ઈજા થઈ હતી?
હા, આ દુર્ઘટનામાં પૂજા રાજગોરનું મોત થયું હતું, જ્યારે 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.






















