સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. માત્ર મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતમાં ફસાયેલા લોકોને હાલ સરકાર દ્વારા વતન લઈ જવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ કલેક્ટર રમ્યા મોહને મહત્વની નિર્ણય લીધો છે.
રાજકોટ કલેક્ટર રમ્યા મોહને જણાવ્યું હતું, રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે મહત્વની નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. ફક્ત મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે.
લોકડાઉનમાં અવર-જવરને લઈને રાજકોટ કલેક્ટર રમ્યા મોહને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2020 11:24 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -