રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 146 દર્દીઓના મોત થયા છે. જોકે, મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.


રાજકોટ શહેરમાં કોરોના કાળમાં ઓક્સિજન જરૂરિયાતમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધારો થયો છે. અગાઉ મહિનામાં 50 થી 60 સિલિન્ડરની જરૂરિયાત હતી. હાલ પ્રતિદિન 300થી વધુ ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત ઉભી થઇ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ડિપોઝીટ આપી ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.


ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડના 10000 હજાર છે ત્યારે અહીં નજીવી ડિપોઝીટ લઈને ઓક્સિજનના બાટલા દર્દીઓના સગાને આપવામાં આવે છે. રોજ મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર આપવામા આવી રહ્યા છે. શાપર-વેરાવળ એસોસિએશન પ્રમુખ રમેશભાઈ ટીલાળાએ જરૂરીયાતમદો માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી આપી છે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


 



રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


 



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.


 



ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા. 


 



કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 93,50,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.